Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કડી તાલુકાના જાદવપુરા નજીક સીમમાં કંપનીમાં કામ કરી રહેલ શ્રમિકનું કરંટ લાગવાથી મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

કડી:તાલુકાના જાદવપુરા ગામની સીમમાં આવેલી એક કંપનીમાં કામ કરી રહેલા શ્રમિકનું કરંટ લાગવાથી નવ મહિના પહેલા મોત થયું હતું. ઘટના અંગે યુજીવીસીએલના તપાસ અહેવાલમાં બેદરકારીને લીધે ઘટના બની હોવાનું ખૂલતાં મૃતકના પિતાએ કંપનીના જવાબદારો સામે ફરિયાદ નોંધાવી છે.

દાહોદ જિલ્લાના અખલોડમાં રહેતા સુમાભાઈ હરજીભાઈ માળીનો દિકરો સંજય કડીના જાદવપુરા ગામની સીમમાં આવેલ મેસ્કોટ કંપનીના પેટા કોન્ટ્રાક્ટર એન.જી.પટેલ નામની પેઢીમાં મજુરી કામ કરતો હતો. ગત તા.૧૮--૨૦૨૦ના રોજ મેસ્કોટ પાર્કમાં આવેલ સેલોરેપ કંપની બહાર રોડ ઉપર ફ્લોરનું કામ કરતી વખતે કોમ્પેક્ટ મશીનનું હેન્ડલ પકડવા જતાં કરંટ લાગવાથી સંજયનું મોત થયું હતું. ઘટનાની તપાસ .ગુ.વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તેના અહેવાલમાં કંપની દ્વારા વીજવાયરો ભોંયતળીયામાં અસુરક્ષિત પાથરેલ હોવાથી પ્રાણઘાતક ઘટના થઈ હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી અંગે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 

(5:50 pm IST)