Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સુરત: વેડ રોડના કારખાનામાં કારીગર પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી બે શખ્સો મોબાઈલ લઇ રફુચક્કર

 સુરત:નવી સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેડ રોડ પર રહેતો 24 વર્ષીય રામકેશ  નિશાદ પંદરેક દિવસ પહેલા જ કામ ધંધા માટે વતન બિહારથી સુરત આવ્યો હતો.અને હાલમાં  વેડ રોડ વિસ્તારના એક એમ્બ્રોઈડરીના કારખાનામા કામ પર લાગ્યો  છે.આજે વહેલી સવારે રામકેશ નાઈટ ડયુટીમાં કામ કરી રહ્યો હતો. તે સમયે બે અજાણ્યા શખ્સો એકાએક કારખાનામાં ઘુસી આવ્યા હતા રામકેશે મોબાઈલ નહીં આપતા બદમાશોએ તેની પીઠના ભાગે ચપ્પુના બે ઘા મારી ઈજા પહોંચાડીને  મોબાઈલ લૂંટીને ભાગી ગયા હતા.તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી. એવુ તેના પરિચિત વ્યકિતએ જણાવ્યુ હતુ. 

(6:17 pm IST)