Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

નર્મદા જિલ્લામાં ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો :સફેદ ટાવર, સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા

વરસાદ વરસતા ભારે ગરમી અને ઉકળાટમાં રાહત મળી: ખેડૂતો માટે ખુશીની લહેર વરસી

નર્મદા જિલ્લામાં ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા 15 દિવસથી વરસાદે નર્મદા જિલ્લામાં વિરામ લીધો હતો. વરસાદ વરસતા ભારે ગરમી અને ઉકળાટમાં રાહત મળી છે. વરસાદને કારણે ખેડૂતો માટે ખુશીની લહેર વરસી છે. વરસાદને કારણે સફેદ ટાવર, સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે.

(8:32 pm IST)