Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પક્ષમાં ઘણા પોઝિટિવ આવતા ભાજપની ચિંતન બેઠક રદ્દ

ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે નો-એન્ટ્રી : કમલમમાં સ્ટાફ સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં : કમલમના મુખ્ય દરવાજા પર પોલીસ કર્મીઓ તૈનાત

ગાંધીનગર,તા. ૧૦ : પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેન્સવિલા ખાતે ૨ દિવસની ચિંતન બેઠકનું અયોજન થયું હતું. જે ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાવવાની હતી તે હવે ભાજપમાં વધતા કોરોનાના કેસને કારણે બેઠક રદ કરવામાં આવી છે. જોકે આ અંગેની સત્તાવાર રીતે થોડીવારમાં જાહેરાત કરવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા કોરોનાકાળમાં મહત્ત્।વનો નિર્ણય લેવાયો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ કોરોનાનું એપીસેન્ટર બન્યું છે. જેથી કમલમને પણ બંધ કરવામાં આવ્યું છે. કમલમમાં ઓફિસનાં સ્ટાફ સિવાય કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. કમલમનાં મુખ્ય દરવાજા પર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. નોંધનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશને પગલે દર સોમવાર અને મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવી રહ્યાં હતા.

આ સંગઠનાત્મક સુવિધાને લીધે કમલમમાં કાર્યકરોની ભીડ ઉમટી રહી હતી. આ સ્થિતિને કારણે કોરોના કમલમ સુધી પહોંચ્યો છે. બધે સોશિયલ ડિસ્ટન્સનાં પાઠ ભણાવતી રાજય સરકાર જાણે પોતે દજ બાન ભૂલી હોય તેમ કમલમમાં તથા સી.આર. પાટીલનાં ગુજરાત પ્રવાસનાં કાર્યક્રમોમાં ભીડ એકઠી થતી દેખાતી હતી. ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાના અનેક પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે મામા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પણ કોરોનાના કેસ વધવાની શકયતાઓ સેવાઇ રહી છે. કમલમમાંથી કોણ કોણ કોરોનાની ચપેટમાં આવ્યાં છે તેની પર નજર કરીએ તો, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, કમલમ પર સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, કમલમ પરના ૨ સફાઈ કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં છે. કમલમમાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે જેથી સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કમલમમાં આવવાનુ ટાળ્યુ હતું. મંત્રી કૌશિક પટેલે સચિવાલયમાં જ રહીને વેબકેમના માધ્યમથી કાર્યકરોના તબક્કાવાર પ્રશ્નો સાંભળ્યા હતાં.

(10:34 am IST)
  • સરહદ ઉપર ટેન્સન વધતું જ જાય છે? અરૂણાચલની સરહદે આખું ગામ ખાલી થઇ ગયું : અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી મેકમોહન લાઇન નજીકના ગ્રામજનોએ તેમનું ગામડું ખાલી કરી નાખ્યું હોવાનું ઇસ્ટમોજો જણાવે છે. અરૂણાચલ પ્રદેશના ઝેમીથાંગ સર્કલથી ૩૦ કી.મી. દૂર સરહદે આવે તાકસાંગ નામનું ગામ છોડીને ગ્રામજનો ભાગી ગયા છે. access_time 11:31 am IST

  • આજે બપોરે સેન્‍સેકસ ૬૪૬ પોઈન્‍ટના ઉછાળા સાથે ૩૮,૮૪૦ ઉપર બંધ રહેલ : નીફટીમાં ૧૭૧ પોઈન્‍ટનો મોટો ઉછાળો આવ્‍યો હતો અને ૧૧,૪૪૯ એ બંધ રહ્યો છે : સોનાનો ભાવ ૫૧,૨૨૬ હતો જયારે ચાંદીનો ભાવ ૬૫,૫૭૯ રહ્યાનું સી.કે. ફાયનાન્‍શીયલ્‍સે જણાવ્‍યુ છે access_time 5:54 pm IST

  • ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ : સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને વિખેરી નખાયું : ત્યાંની સ્થાનિક ઓલમ્પિક બોડીને ક્રિકેટ બોર્ડને વિખેરી નાખીને પોતાના હસ્તક લીધું :સાઉથ આફ્રિકા આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઇ શકે access_time 12:52 am IST