Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

KYC કમ્પ્લીટ નથી, કહીને ગઠિયો વલસાડના રિટાયર્ડ બેંક મેનેજરના રૂ. ૨.૫૭ લાખ ગાયબ કરી ગયો

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : બેંક ઓફ બરોડામાંથી મેનેજર બોલું છું, તમારૂં કેવાયસી કમ્પ્લીટ નથી, તમારું પેન્શન અટકી જશે એમ કહીને ગઠિયો  રીટાયર્ડ બેંક મેનેજરના ખાતા માંથી રૂ. ૨.૧૭ લાખ રૂપિયા ઓનલાઇન  ટ્રાન્ઝેક્શન કરીને ઉપાડી લીધા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઇ છે

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા, પલક રેસીડેન્સી, વશી ફળિયામાં રહેતા મૂળ મુંબઈનો ભરત ખડુભાઇ વજીફદાર  મુંબઈની બેંક ઓફ બરોડા ખેતીવાડી બ્રાંચમાં સ્પેશ્યલ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પણ હાલમાં નિવૃત્ત થઈ ગયેલા છે. તેઓ મુંબઈ રહેતા હતા. પણ કોરોના મહામારી ને  કારણે મુંબઈથી વલસાડ આવી ગયા હતા. ગત તારીખ ૪-૧૧-૨૦ના રોજ ભરતભાઈ ઘરે હતા ત્યારે એમના મોબાઈલ ઉપર એક કોલ  આવ્યો હતો જેમાં સામેથી  અંધેરી  બેંક ઓફ બરોડા ચકલા બ્રાન્ચ મેનેજર બોલું છું, તમારું કેવાયસી કમ્પ્લીટ થયેલ નથી જેથી તમારું ત્રણ મહિનાનું પેન્શન અટકી જશે. જેમ બને તેમ વહેલું કેવાયસી કમ્પ્લીટ કરાવો કહીને ફોન પર એકથી બે કલાક સુધી વાત કરીને  અંધેરીના બેંકના બે  અલગ અલગ ખાતામાંથી  ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને  રૂ. ૨.૫૭ લાખ ઉપાડી લીધા હતા. જેથી ભરતભાઈના મોબાઈલ ઉપર મેસેજ આવતા પૈસા કપાયાની જાણ થઈ હતી. રૂ. ૨.૫૭ લાખની છેતરપિંડી થઈ જતાં વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

(8:33 pm IST)