Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

એસટી ટુંક સમયમાં દોડાવશે ૫૦ ઇલેકટ્રીક બસો

૨૫ બસો ડીસેમ્‍બરમાં જ દોડતી થઇ જશે : એસટીમાં ૨૨૪૯ ડ્રાઇવરો અને ૨૩૮૯ કંડકટરોની થશે ભરતી

ગાંધીનગર,તા. ૧૦ : ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) આગામી સમયમાં ૫૦ ઇલેકટ્રીક બસો દોડાવશે. ગુજરાત સરકારનો ઉદેશ ગ્રીન એનર્જીને પ્રોત્‍સાહન આપવાનો અને પ્રદૂષણ ઘટાડવાનો છે. તેના માટે ઝીરો એર પોલ્‍યુશન વાળી ઇલેકટ્રીક બસો ખરીદવામાં આવશે. જે ભારત સરકારની સબસીડીવાળી હશે. આ બસોમાંથી ૨૫ બસ આ વર્ષના ડીસેમ્‍બર સુધીમાં ચાલુ થશે અને બાકીની બસો ૨૦૨૨માં દોડાવાશે. આ બસો ચલાવવાથી મુસાફરોની સુવિધાઓ તો વધશે જ સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે.
દિવાળીના તહેવારોમાં એસટી નિગમે લગભગ ૧૨૦૦ થી વધારે બસો દોડાવી હતી. જેમાં સૌરાષ્‍ટ્રથી પંચમહાલ, ઉત્તર ગુજરાત માટેની બસો સામેલ છે.
એસટી નિગમે ૨૨૪૯ ડ્રાઇવરોના ડ્રાઇવીંગ ટેસ્‍ટ કરાયા છે. સાથે પ્રાથમિક દસ્‍તાવેજોની તપાસ પણ બહુ જલ્‍દી પુરી થશે. ત્‍યાર પછી નિમણુંકો આપવામાં આવશે. ૨૩૮૯ કંડકટરો અને ૬૫૯ મીકેનીકલ સ્‍ટાફની પણ ભર્તી કરવામાં આવશે. તેથી એસટી બસ પરિવહનની સુવિધાઓ વધશે.

 

(10:40 am IST)