Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમાની સ્થાપના કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  રાજવી નગરી રાજપીપલા પોતાના વારસા માટે પોતાની એક અલગ  ઓળખ ધરાવે છે. રાજાઓ મહારાજાઓનો અનેરો ઇતિહાસ ,મહેલોની વિશેષતાઓ, કુદરતી સોંદર્ય નદીઓ પહાડો અને આવી તો કેટલીય વાતો , રાજવીઓના ઈતિહાસની વાત આવે તો આપણ ખાલી યુદ્ધો જ યાદ આવે પણ રાજપીપલાના એક એવા રાજવી કે જેનો એક અલગ જ ઇતિહાસ છે સોર્ય ની સાથે સાથે ભક્તિ અને ભક્તિ એટલે પોતાના કુળદેવીને પ્રસન્ન કરી પોતાના મહેલ સુધી સાથે લાવનાર રાજવી એટલે મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમા આજરોજ સ્થાપિત કરવા માટે રાજવી પરિવાર અને નર્મદા જિલ્લા રાજપૂત સમાજના યુવાનો દ્વારા રાજવંત પેલેસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર વાજતે ગાજતે ફર્યા બાદ મહારાણા વેરિસાલજી ગોહીલની પ્રતિમા હરસિધ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં સ્થાપના કરવામાં આવી હતી.

(11:19 am IST)