Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વડોદરાના મકરપુરા રોડ વિસ્તારમાં ગુમ થયેલ યુવકની બાઈક વાસદ નજીક બ્રિજ પાસેથી મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરાઃ મકરપુરા રોડ વિસ્તારના ગૂમ થયેલા યુવકની  બાઇક વાસદ બ્રિજ પરથી મળતાં તેની શોધખોળ માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

મકરપુરા રોડ વિસ્તારના કોમ્પ્લેક્સમાં રહેતો યુવક ગૂમ થતાં તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહતો.તપાસ દરમિયાન તેની બાઇક વાસદ બ્રિજ પરથી મળી આવતાં પરિવારજનો દોડી ગયા હતા.

યુવક મહીસાગરમાં પડયો હોવાની આશંકાને પગલે પરિવારજનોએ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.દરજીપુરા ફાયર બ્રિગેડની ટીમે સાંજે મહીસાગરમાં બોટ લઇને શોધખોળ કરી હતી.પરંતુ તેનો પત્તો લાગ્યો નહતો. અંધારૃ થતાં કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.

બનાવને પગલે સ્થાનિકો પણ ભેગા થઇ ગયા હતા.જ્યારે,છાણી પોલીસ પણ આવી ગઇ હતી અને પ્રાથમિક વિગતો મેળવી કાર્યવાહી કરી હતી.

 

(4:56 pm IST)