Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મહાનગરો તથા નગરપાલિકાઓમાં વિકાસલક્ષી કામોને વેગ આપતો સુધારો: દરખાસ્ત થયેલ કામોને મળશે મંજૂરી

રાજ્યના મહાનગરો, નગરપાલિકા વિસ્તાર ના વિકાસકામોને મળશે વેગ

અમદાવાદ : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના   ( SJMMSVY ) ના કામો લેવામાં આવેલ છે, જેમાં ૭૦ ટકા ગ્રાન્ટ રાજય સરકાર, ૧૦ ટકા ધારાસભ્યશ્રી ફંડ, ૧૦ ટકા સોસાયટી ફાળો અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થાઓ (કોર્પોરેશન) ફાળામાંથી કરવાની યોજના અમલમાં હતી.ત્યારબાદ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક : સજય/૧૧૨૦૨૦ એસ.એફ.૧૨૦ (પાર્ટ ૧) / ધ, તા.૨૬/૦૬/૨૦૨૦ મુજબ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ તમામ કામો માટે પ્રતિ કુટુંબ સહાયની મર્યાદા ( ૭૦ ટકા મુજબ ) રૂા .૨૫,૦૦૦/ -(અંકે રૂપિયા પચ્ચીસ હાજર પુરા)ની રહેશે તથા કોઇપણ સોસાયટીને એકસમાન પ્રકારના કામ માટે પ (પાંચ) વર્ષમાં એકવાર મંજૂરી આપી શકાશે તેવું ઠરાવવામાં આવેલ છે, જેને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તમામ મહાનગરપાલિકા / નગરપાલિકાઓને મોકલેલ છે.

  આ યોજના હેઠળ વડોદરા શહેરમાં તથા રાજયમાં અનેક ખાનગી સોસાયટીઓએ પોતાની દરખાસ્ત તા.૨૬/૦૬/૨૦૨૦ પહેલા મોકલી દીધેલ અને કામો પણ મંજૂર થઇ ગયેલ તેમજ કેટલીક ખાનગી સોસાયટીઓ તરફથી ૧૦ ટકા ફાળો ભરી દેવામાં આવેલ હતો,  જેને પણ નવો ઠરાવ લાગુ પાડવામાં આવેલ હતો. આથી, ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તા.૨૬/૦૬/૨૦૨૦ના ઠરાવ પહેલા દરખાસ્તો રજુ થઇ હોય તો તે કામોને જુના ધોરણે મંજૂરી આપવી અને હવે તા.૨૬/૦૬/૨૦૨૦ના ઠરાવ પછીના કામોને નવા ધોરણો મુજબ કામગીરી થાય તે માટે મુખ્યમંત્રીને તા.૨૨/૧૨/૨૦૨૦ના રોજ ભલામણ કરેલ હતી.
જેના અનુસંધાને મુખ્યમંત્રીના આદેશથી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંક : સજય/૧૧૨૦૨૦/એસ.એફ.૧૨૦(પાર્ટ-૧)/

ધ, તા.૦૬/૦૧/૨૦૨૧થી ખાનગી સોસાયટી જનભાગદારી યોજના હેઠળ તમામ કામો માટે તા.ર૬/૦૬/૨૦૨૦ પહેલા રાજયના શહેરી વિસ્તારોની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની જે દરખાસ્તો રજુ થઇ હોય તે કામોને જુના ધોરણે મંજૂરી આપવાની રહેશે જેમાં યોજનાની જોગવાઇઓ યથાવત રહેશે અને તા.૨૬/૦૬/૨૦૨૦ પછીની દરખાસ્તો માટે તા .૨૬/૦૬/૨૦૨૦ના ઠરાવની જોગવાઇઓ લાગુ પડશે તેવું ઠરાવવામાં આવેલ છે.
.અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સમયસૂચકતાથી ઠરાવમાં જે સુધારો કર્યો, તેનાથી વડોદરા મહાનગરપાલિકા અને અન્ય ૭ (સાત) મહાનગરપાલિકાઓ તથા રાજયની તમામ નગરપાલિકાઓના જનપ્રતિનિધીઓને તેમના વિસ્તારના વિકાસના કાર્યોને વેગ આપવા માટે આ ઠરાવમાં સુધારો ખૂબ જ ઉપયોગી પુરવાર થશે તથા જાહેર જનતાને આ ઠરાવના સુધારાથી ફાયદો થશે. વડોદરા મહાનગરપાલિકાની જનતામાં વિશેષ હર્ષની લાગણી ફેલાઇ છે.

(10:05 pm IST)