Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રજુવાડીયા ગામમા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા બાબતે નર્મદા 181 હેલ્પલાઇન ટીમ દ્વારા માર્ગદર્શન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હાલમા બેટી બચાવો,બેટી પઢાવો સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અભયમ 181મહિલા હેલ્પલાઇન નર્મદાની ટિમ  દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા બાબતે વિશેષ માહિતી સભર કાર્યક્રમ નાંદોદ તાલુકાના રાજુવાડિયા ગામમાં રાખવામાં આવ્યું હતું.જેમાં અભયમ કાઉન્સેલર દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા માહિતી અપાઈ જેમાં મુખ્યત્વે લિંગ ભેદ, સ્ત્રી પુરુષ જન્મ દરમા તફાવત સહિતના મુદ્દાઓ પ્રત્યે સંવેદના સભર માહિતી આપવામાં આવી હતી.

(11:38 pm IST)