Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિરમગામના ડુમાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ એપીએમસીના ચેરમેન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(7:45 pm IST)