Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દેશનો બેકરી ઉદ્યોગ ૨૦૨૪માં રૂ. ૮૮,૦૦૦ કરોડે પહોંચશે

ગુજરાતની બેકરી ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ આગામી બે વર્ષમાં રૂ. ૫૦૦૦ કરોડથી વધીને રૂ. ૭૫૦૦ કરોડનું થશે : ગુજરાતનું બેકરી ઇન્ડસ્ટ્રીઝમાં અમદાવાદનો હિસ્સો રૂ. ૫૦૦ કરોડ, સુરતનો રૂ. ૧૫૦૦ કરોડનો : બેકરી ક્ષેત્રે અનઓર્ગેનાઇઝડ પ્લેયરનો હિસ્સો ૬૫% માંગ વધતા ઓર્ગેનાઇઝડ તરફ પ્રયાણ : ગુજરાતમાં FMCG કંપની પ્રિ-કોવિડ નજીક, વાર્ષિક ૩૦% ગ્રોથનો અંદાજ

નવી દિલ્હી,તા. ૧૧: કોરોના મહામારીમાં એફએમસીજી સેકટરને મોટા પાયે અસર પડી હતી પરંતુ બેકરી ઇન્ડટ્રીઝ તેમાંથી બાકાત રહી હતી. એસેન્સિયલ પ્રોડકટને લોકડાઉનમાં રાહત આપવામાં આવી હોવાથી બેકરી ઇન્ડસ્ટ્રીઝે મોટી અસર થઈ નથી. ઉલટું છેલ્લા એક વર્ષમાં આ સેકટરમાં ૧૦-૧૫ ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. ગુજરાતનું બેકરી ઇન્ઝટ્રીઝનું માર્કેટ સરેરાશ રૂ. ૫૦૦૦ કરોડનું છે જે આગામી બે વર્ષમાં વધીને રૂ. ૭૫૦૦ કરોડનું થશે. ઉદ્યોગમાં સૌથી મોટો હિસ્સો સુરતનો ૩૦% એટલે કે રૂ.૩૦-૩૨ ટકા હિસ્સો એટલે કે રૂ.૧૫૦૦-૧૭૦૦ કરોડનું માર્કેટ રહેલું છે. સેકટરના ઝડપી ગ્રોથના કારણે ઓર્ગેનાઇઝડ પ્લેયર વિસ્તરણની યોજના બનાવી રહ્યાં છે. સ્થાનિક ઉપરાંત વિદેશી બજારમાં પણ બેકરી પ્રોડકટની માગ સતત વધી રહી હોવાથી ગુજરાતની અને ફુડ સેગમેન્ટનીબેકરી ઇન્ડસ્ટ્રીઝ વિદેશમાં વેપાર શરૂ કરી રહી હોવાનું અતુલ બેકરીના અતુલ વેકરીયાએ જલાવ્યું છે.

વિસ્તરતા માર્કેટ અને ભારતીય પ્રોડકટની વિદેશમાં વધતી માગને કારણે ગુજરાતની અતુલ બેકરી અમેરિકા તેમજ અન્ય દેશોમાં પ્રોડકશન હાઉસ ઉપરાંત ૨૦૦ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે તેમજ ૧૩થી વધુ દેશોમાં પોતાનો ઓનલાઈન બિઝનેસ વધાર્યો છે. કંપનીનો ગ્રોથ ૩૦ ટકાથી વધુ રહ્યો હોવાનું ફાઉન્ડર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું. દેશમાં બેકરી પ્રોડકટનાઉત્પાદનઅનેવપરાશમાં ગુજરાત મોખરે રહ્યું છે. ભારતમાં બેકરી ઉદ્યોગ લોકોની બદલાતી જીવનશૈલી પર નિર્ભર છે. ૨૦૨૪ સુધી બેકરી ઉદ્યોગ ઈં ૮૮ હજાર કરોડે પહોંચવાનો આશાવાદ છે. ઈન્ડસ્ટ્રીમાં ૨૦૨૧-૨૪ દરમિયાન વાર્ષિક ૯.૩ ટકાના દરે ગ્રોથ નોંધાશે.

ગુજરાતની કંપનીઓ ૨૫ ટકાથી વધુનો ગ્રોથ હાંસલ કરશે. મહામારીના સમયમાં એસેન્સિયલ પ્રોડકટના વેચાણને છૂટ આપવામાં આવી હતી જેના કારણે આ સેકટરમાં ડિ-ગ્રોથના બદલે પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે સરેરાશ ૧૫-૨૦ ટકાનો ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝ મેળવ્યો છે જે આગામી વર્ષે ૨૩ ટકાથી વધુ ગ્રોથની આશા છે.આ સેકટર ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે તેમજ સેકટરમાં ૬૦% યોગદાન મહિલાઓનું રહ્યું છે. (૨૨.૮)

 

ગુજરાત બેકરી માર્કેટમાં હિસ્સો

વિગત       હિસ્સો (રૂ.)  ટકામાં

સુરત        ૧૫૦૦   ૩૦%

સૌરાષ્ટ્ર      ૧૭૦૦   ૩૨%

અમદાવાદ   ૫૦૦     ૧૦%

અન્ય        ૭૫૦     ૧૦%

ઓનલાઇનની સફળતાએ અમેરિકામાં વિસ્તરણ

ઓનલાઇનની સફળતાએ અમેરિકામાં વિસ્તરણ બેકરી પ્રોડકટની વિદેશોમાં મોટા પાયે માગ ખુલી છે જેના કારણે અમે અમેરિકાના ન્યૂજર્સીમાં ઉતપાદન એકમ સ્થાપવા ઉપરાંત ૨૦૦થી વધુ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ઘડી છે. ત્યારબાદ બર્ઝિનિયા, ટેકસાસ, કલીફોર્નિયામાં આઉટલેટ્સ શરૂ કરીશું, સુરતનું બેકરી ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ રૂ.  ૫૦૦ કરોડ આસપાસ છે જેમાં અતુલ બેકરીનો હિસ્સો ૧૦-૧૫ ટકા છે.

અતુલ વેકરીયા,

ફાઉન્ડર - અતુલ બેકરી

(9:58 am IST)