Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દીપ શીખજીના સુમધુર કંઠનો જાદુ છવાયોઃ ‘કાપી રે કાપી તારી પતંગ' વિડિયો યુવા પેઢીમાં ખૂબ પ્રચલિત બની રહ્યુ છે

મેકઅપ વાલા મુખડા ફેમ રોક સિંગર દેવ પગલી અને જાણીતા સિંગર પ્રથમવાર સાથે આવી ધૂમ મચાવે છે

રાજકોટ તા.૧૧,  ગુજરાતના જાણીતા પોપ સિંગર કે જેઓના મેકઅપ વાલા અને ચાંદ જેસા મુખડા ખૂબ પ્રચલિત થયેલ છે તેવા દેવ પગલી સાથે ગુજરાતના જાણીતા વિડિયો સિંગર દીપ શિખાજી સાથે પ્રથમવાર સાથે મકર સંક્રાંત અંતર્ગત કાપી કાપી રે તારી પતંગનો વિડિયો  તાજેતરમાં રીલીઝ કરવામાં આવ્‍યો છે, જે યુવા પેઢીમાં ખૂબ પસંદ પામી રહ્યો છે.                                                 
અત્રે યાદ રહે કે દીપ શિખાજી દ્વારા કોરોના વોરિયર્સને પ્રોત્‍સાહિત કરતા ગીતો, દેશ ભકિતથી ભરપૂર ગીતો, માતાજીની આરાધના કે પછી ગણપતિ દાદાની વંદના જેવા વીડિયોની ખૂબ નોંધ લેવામાં આવી છે, આની સાથે સાથે ફિલ્‍મી ગીતો પણ ખૂબ પ્રચલિત બન્‍યા છે, આમ તેમના કંઠનો જાદુ સબરસ જેઓ બની રહ્યો છે, ટુંક સમયમાં સફળતાના શિખર સર કરનાર દીપ શિખાજીના પતિ અજય કુમાર ચૌધરી કે જેઓ આઇપીએસ અધિકારી હોવા સાથે એક ખૂબ વર્લ્‍ડ લેવલના ચિત્રકાર છે,
તાજેતરમાં જ કોરોના મહામારી અંતર્ગત લોકોના મુરઝાયેલા ચહેરા પર ખુશી લાવવા તરતી ખુશી જેવા કલરફૂલ બલુન સાબરમતી રિવફ્રન્‍ટ પર તરતા મુકાયા છે, દેશના આ પ્રથમ પ્રયોગને આવકાર મળી રહ્યો છે.

 

(2:51 pm IST)