Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દરિયાની મજા માણવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકોના ડૂબી જતા મોત

સુરત, તા.૧૧: જિલ્લાના પલસાણા તાલુકાના ડાભા ગામના ત્રણ વ્‍યક્‍તિ પનામાં દરિયામાં ડૂબી ગયા હતા. મળતી માહિતી અનુસાર આહીર પરિવાર પનામાં પાછલા ૧૦ વર્ષથી રહી રહ્યું છે. વિકેન્‍ડ હોવાના કારણે પરિવાર દરિયા કાંઠાની મજા માણવા ગયા હતા. જોકે, તેમની તે મજા એક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. એક જ પરિવારના ત્રણ વ્‍યક્‍તિઓના મોત થતાં વિસ્‍તારમાં ચકચાર થવા પામી છે.
દરિયામાં ડુબી જવાથી બે સગા ભાઈ અને પુત્રનું મોત નીપજ્‍યું છે ત્રણેય મળતકોના મળતદેહ બીજા દિવસે દરિયામાંથી મળી આવ્‍યા છે એક જ પરિવારના ત્રણ વ્‍યક્‍તિના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં દિપક સૂકા ભાઈ આહીર, સ્‍મિત દિપકભાઈ આહીર અને જીતેન્‍દ્ર ધનસુખભાઈ આહીરના મોત નિપજ્‍યા હતા.

 

(2:55 pm IST)