Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરતના માંડવી તાલુકાના આમલી ગામે ડેમમાં પાવડી પલ્ટી જતા 7 લોકોનો પાણીમાં ગરકાવ

સુરત: શહેરના માંડવી તાલુકાના આમલી ડેમમાં નાવ પલટી જતા 7 લોકો ડૂબ્યા છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા દેવગીરી ગામના રહેવાસી નાવમાં બેસી ઘાસ કાપવા જઈ રહ્યા હતા તે દરમ્યાન પવન ફૂંકાતા નાવ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 મૃતદેહ મળી આવ્યા છે તેમજ 5 લોકોની હજુ શોધખોળ ચાલુ છે.

માંડવી પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. ડૂબેલા પૈકી 4 મહિલા અને 3 પુરુષ હોવાનું અનુમાન લગાવાયુ છે. નાવમાં કુલ 10 લોકો સવાર હતા. જે પૈકી 3 લોકો તરીને કિનારે પહોંચતા જીવ બચ્યો છે. 

(6:22 pm IST)