Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સુરત:લગ્નના 29 વર્ષ બાદ પતિ-સાસરિયાના ઘરેલુ હિંસાથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો

સુરત:લગ્નજીવનના 29 વર્ષો બાદ પતિ-સાસરીયા વિરુધ્ધ ઘરેલું હિંસાના કાયદા હેઠળ રક્ષણ માંગતી પરણીતાની વિલંબિત અરજી સંદર્ભે કોર્ટ સમક્ષ ખુલાશો કરવામાં નિષ્ફળ જતાં જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આર.એમ.ચાવડાએ અરજદાર પરણીતાની અરજીની નકારી કાઢી છે.

ગોપીપુરામાં  રહેતા વિભુતિબેનના લગ્ન વર્ષ-1988માં વિકાસભાઈ સાથે થયા હતા.પરંતુ લગ્નજીવનના પ્રારંભથી અરજદાર પરણીતા પોતાના પતિ સાથે તથા સાસરીયાથી અલગ રહેતા હતા.અરજદાર પરણીતાએ પોતાની ઈચ્છા મુજબ જીવન જીવતા હોઈ પતિ-સાસરીયા સાથે મિલકતના મુદ્દે તકરાર કરી કજીયો કંકાસ કરતાં હતા.પોતાની વાત મનાવવા માટે વિભૂતિ બેને એક છત નીચે રહ્યા ન હોવા છતાં વર્ષ-2017માં સાસરીયા વિરુધ્ધ ખોટા આક્ષેપો કરીને ઘરેલું હિંસાના કાયદા હેઠળ રક્ષણ મેળવવા કોર્ટમાં ધા નાખી હતી. જેથી સાસરીયા તરફે પ્રીતીબેન જોશી તથા સંદિપ પટેલેે અરજદારની અરજી કાયદાની જોગવાઈ ની વિરુધ્ધની તથા ટકવા પાત્ર ન હોવાથી રદ કરવા અરજી કરી હતી. જે મુજબ અરજદાર પરણીતાની અરજી કાયદાની પરિપ્રેક્ષ્યમાં આવતી નથી. લગ્નજીવનના 29 વર્ષોના વિલંબ બાદ પરણીતાએ કરેલી અરજી સંદર્ભે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.  સુનાવણી બાદ કોર્ટે પરિણીતાની અરજી નકારી કાઢી હતી.

(6:27 pm IST)