Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાગ્રસ્ત કિરિટભાઇને આરોગ્યમંત્રીનો ફોન આવ્યો..કેવી છે તબીયત ?: હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળના કોરોનાગ્રસ્ત દર્દીઓની દરકાર કરતા આરોગ્યમંત્રી

વિસનગરના કોરોનાગ્રસ્ત કિરિટભાઇને ફોન કરીને ખબર-અંતર પૂછ્યા :માસ્ક, કોરોના રસીકરણ અને કોરોના અનુરૂપ વ્યવહારને અનુસરવા અનુરોધ કર્યો

અમદાવાદ :આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ કોરોનાગ્રસ્ત દર્દીઓની દરકાર કરીને તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતા.
વિસનગરના કિરિટભાઇ ૫મી જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા હતા.કોરોનાના લક્ષણો હળવા જણાતા તેઓએ હોમ આઇસોલેશનમાં રહીને જ સારવાર લેવાનું નક્કી કર્યું. હોમઆઇસોલેશન  દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશભાઇએ તેમને ફોન કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
આ વાતચીત દરમિયાન મંત્રીએ કિરિટભાઇની સ્વાસ્થય સ્થિતિનો તાગ મેળવ્યો હતો.સાથો-સાથો પરિવારજનોને પણ આઇસોલેશનના સમયગાળા દરમિયાન જરૂરિ દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો. મંત્રીએ કોરોના સામે રક્ષણાર્થે માસ્ક અને કોરોના રસીકરણ મહત્વ પણ કિરિટભાઇને સમજાવ્યું હતુ.
કિરિટભાઇ જ્લ્દી સાજા થઇ જાય તે માટેની મનોકામના સાથેના શુભાશિષ પણ આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતમાં કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓમાં મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે.રાજ્યમાં હાલ નોંધાયેલા કુલ કેસમાંથી 96.16 ટકા જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં  સારવાર હેઠળ છે.
હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ દર્દીઓની દરકાર સરકાર દ્વારા કરીને ટેલીમેડિસીન, ટેલીકાઉન્સેલીંગ, ધન્વતરી રથ અને સંજીવની રથ જેવી સેવાઓ કાર્યરત કરવામાં આવી છે.

(7:07 pm IST)