Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજ્યના 92 નવા પોલીસ ઈન્સ્પેકટરોની વિવિધ શહેર/જિલ્લા/તાલુકાઓમાં નિમણૂક કરાઈ

સીધી ભરતી મારફતે પૌલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) વર્ગ-ર ની જગ્યા પર ઉમેદવારોની પસંદગી : નિમણૂંક આપી પાયાની તાલીમ માટે પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલાયા

અમદાવાદ : રાજયના  92 નવા પોલીસ ઈન્સ્પેકટરોની વિવિધ શહેર/જિલ્લા/તાલુકાઓમાં નિમણૂક કરવામાં આવી છે

ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક:૩૮/૨૦૧૭-૧૮ દ્રારા સીધી ભરતી મારફતે પૌલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) વર્ગ-ર ની જગ્યા પર પસંદગી ઉમેદવારોને આમુખ-૧ માં દર્શાવેલ અત્રેના તા.૨૩/૦૭/૨૦૧૯ ના હુકમથી નિમણૂંક આપી પાયાની તાલીમ માટે પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવાર્માં આવેલ. ઉક્ત તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) ઓની પોલીસ અકાદમી કરાઈ ખાતેની ૧ વર્ષની તાલીમ પૂર્ણ થતા આમુખ-૨ દર્શાવેલ અત્રેના તા.૦૯/૧૨/૨૦૨૦ ના હુકમથી ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવેલ.
પોલીસ મહાનિદેશક, (તાલીમ)ના આમુખ-૩ માં દર્શાવેલ તા.૨૨/૧૨/૨૦૨૧ના પત્રથી કરેલ દરખાસ્ત મુજબ નીચે જણાવેલ કુલ-૯૨ અજમાયશી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) ઓની તાલીમનો (૨૭ માસ નો) સમયગાળો તા.૧૭/૧૨/૨૦૨૧ના રોજ પૂર્ણ થયેલ હોઈ, તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) વર્ગ-૨ સંવર્ગના ન્યુનતમ પગાર ધોરણમાં તેમના નામ સામે દર્શાતેલ જગ્યા ઉપર નિમણૂંક આપવાના હુકમ કરવામાં આવે છે.

(8:46 pm IST)