Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગુજરાત માં GST વિભાગની મોટી કાર્યવાહી : રાજયમાં ૩૦ જેટલા સ્થળોએ તાજેતરમાં GST અધિકારીઓની તપાસ કામગીરીને મળી મોટી સફળતા : 17 લોખંડ - ભંગારના વેપારીઓને ત્યાંથી રૂ. 275 કરોડથી વઘુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

ભાવનગરના ૧૦ , રાજકોટના ૧૨ , સુરતના ૭ અને અમદાવાદના ૧ સ્થળોએ તપાસ કાર્યવાહી :તમામ સ્થળોએ મળી આવેલ હિસાબી સાહિત્ય , ડીઝીટલ ડેટા અને ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણી:૬ કેસોમાં વધુ ચકાસણી માટે હિસાબી સાહિત્ય જપ્ત

અમદાવાદ:  સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલિંગ કરતા વેપારીઓને શોધીને ધરપકડ સહિતની કાર્યવાહી કરાઈ છે ત્યારે સ્ટેટ જીએસટી વિભાગે વધુ 17 જેટલા વેપારી પેઢીની તપાસ હાથ ધરીને કરોડોનું કૌભાંડ ઝડપ્યું છે

મોટેભાગે જરૂરીયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપી તેઓના દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ ,આધાર કાર્ડ , ફોટો , લાઇટ બિલ વગેરે મેળવી બેંક ખાતાઓ ખોલાવી તેઓના નામે પેઢી ઉભી કરી બોગસ બિલિંગ કરવાના આશયથી જીએસટી નંબરો મેળવવામાં આવે છે .

 સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ખોટી વેરાશાખ મેળવવા તેમજ ખોટી વેરાશાખ પાસ ઓન કરવામાં કરચોરીની શક્યતાના પગલે લોખંડ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓના કુલ ૩૦ જેટલા સ્થળોએ તપાસની કામગીરી કરી હતી જેમાં ભાવનગરના ૧૦,રાજકોટના ૧૨ , સુરતના ૭ અને અમદાવાદના ૧ સ્થળએ તપાસ કરી હતી, આ તમામ સ્થળોએથી હિસાબી સાહિત્ય , ડીઝીટલ ડેટા અને ખરીદ વેચાણના વ્યવહારોમાં બોગસ બિલીંગ થયેલ છે કે કેમ તે અંગેની ચકાસણી કરતા કુલ ૧૭ જેટલી પેઢીઓ બોગસ બિલિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું જેમાં ૬ કેસોમાં વધુ ચકાસણી માટે હિસાબી સાહિત્ય જપ્ત કરાયું હતું,  કેસોમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે . અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ .૨૮૫ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા છે જેમાં રૂ, ૫૩ કરોડની વેરાશાખ પાસઓન કરવામાં આવેલ છે,વેરા શાખ ભોગવનારા બેનીફિશીયરીઓને શોધી વેરા વસુલાતની કાર્યવાહી કરાશે ,

 તપાસ દરમ્યાન બોગસ બિલિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલ વેપારીઓની યાદી નીચે મુજબ છે

(9:35 pm IST)