Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પાન પાર્લર ઉપર નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન તંત્રની પ્રથમ વખત રાજય વ્યાપી તપાસ ઝુંબેશ

કાયદા / નિયમોનાં ભંગ બદલ 85 લોકો સામે કાર્યવાહી:2.50 લાખથી વધુ રકમનો દંડ વસુલ કરાયો

અમદાવાદ : રાજ્યમાં પાન પાર્લર સહિતના એકમો પર કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા પ્રથમ વખત ત્રાટકતાં વેપારીઓમાં ફેલાયો હતો,આ દરોડામાં તોલમાપ વિભાગે તોલમાપ કાયદા / નિયમોનાં ભંગ બદલ આશરે 85 લોકો સામે કાર્યવાહી કરીને 2.50 લાખથી વધુ રકમનો દંડ વસુલ કર્યો હતો. મોટાભાગે વેપારીઓને 500થી માંડીને 29 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દાણચોરીથી પાન પાર્લરમાં સીગારેટ / ઇમ્પોર્ટેડ સીગારેટ ઉપર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વાસ્થ્યને લગતી યોગ્ય ચેતવણી વગર તેમજ એમ. આર. પી. કરતા વધુ ભાવમાં વેચવામાં આવતી સીગારેટ તથા તમાકુ અને તેની પ્રોડકટ માટે મળેલ ફરિયાદોને ધ્યાને લઇને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ, અને રાજય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની સુચના અન્વયે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, નિયંત્રક દ્વારા પ્રથમ વખત તોલમાપ કાયદા / નિયમોનાં ભંગ સબબ ઓચિંતી તપાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં સમગ્ર રાજયમાં દરોડા પાડી આશરે 85 જેટલા પાન પાર્લર તથા તમાકુ પ્રોડકટના હોલસેલર ઉપર પેકેટ ઉપર જરૂરી નિર્દેશનો ન કરવા, એમ.આર.પી કરતા વધુ ભાવ લેવા, એમ.આર.પી. ઉપર ચેકચાક કરી વેચાણ કરતા તેમજ અન્ય નિયમોનાં ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. દંડ પેટે 2.50 લાખથી વધુ રકમ વસુલ કરવામાં આવી છે.

(10:26 pm IST)