Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ભારતમાં સૌપ્રથમ રાજકોટમાં ૨૨મીથી શરૂ થશે ફાયર ઓફીસર ટ્રેનીંગ સેન્ટર

ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં પણ ટ્રેનીંગ સેન્ટરો શરૂ થશે

રાજકોટ,તા. ૧૧: રાજય સરકારશ્રી દ્વારા આગામી તા. ૨૨-૦૨-૨૦૨૧ ના રોજ ફાયર સેફ્ટી ઓફિસર અંગેની ટ્રેનીંગ શરૂ કરવામાં આવનાર છે, આ ટ્રેનીંગ સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં અને ગુજરાતમાં પ્રથમવાર ચાર મહાનગરો જેમાં રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં પ્રથમ તબક્કાની ટ્રેનીંગ શરૂ કરવામાં આવશે ત્યારબાદ અન્ય મહાનગરોમાં પણ ફાયર સેફ્ટી ઓફિસરોને ટ્રેનીંગ આપવાની શરૂઆત કરવામાં આવશે.

ફાયર સેફ્ટી ઓફિસરની ટ્રેનીંગ અંગે ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ થી ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત થઇ ગયેલ છે. જેનું ઓનલાઈન પોર્ટલ fso.gujfireseftycop.in છે.

આ ટ્રેનીંગથી શહેરની વસાહતોને ફાયર સેફ્ટી અંગેની માહિતી પુરી પાડશે તેમજ મેન્ટેનન્સ અને સેવા પણ પુરી પાડશે. આ તાલીમનો સમયગાળો એક માસનો રહેશે. આ તાલીમ ત્રણ પ્રકારની રહેશે, જનરલ, એડવાન્સ અને સ્પેશિયલ. જેમાં જનરલ ટ્રેનીંગ સૌપ્રથમ રાજકોટ સહીત ગુજરાતના ત્રણ મહાનગરો શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકામાં ટ્રેનીંગ સ્થળ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોરબી રોડ રહેશે.

(4:15 pm IST)