Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ગુજરાતના પાલીતાણાના શેત્રુંજયની પહાડીમાં શાંતિ અને અધ્‍યાત્‍મના વાતાવરણનો અદ્‌ભૂત સંગમ

અમદાવાદ: આજકાલની ભાગમભાગવાળી જિંદગીમાં લોકો તણાવના શિકાર થયા છે. પરંતુ તેની અસર બહુ જ ખરાબ હોય છે. તે તમારી માનસિક અને શારીરિક સ્વાસ્થય પર ખરાબ અસર કરે છે. જો એક્સપર્ટસની માનીએ તો, તણાવથી બચવા માટે ધ્યાન, યોગ અને મુસાફરી સૌથી વધુ જરૂરી છે. આ ઉપરાંત તમારી જીવનશૈલીમાં પણ સુધારો કરવાની જરૂર છે. આ માટે તમારે કુદરતની નજીક થોડો સમય વિતાવવાની જરૂર છે.

આધ્યાત્મ અને શાંતિ જરૂરી છે

માનસિક શાંતિ માટે આમ તો દેશમાં અનેક સ્થળો છે. પરંતુ જો તમે એવી કોઈ જગ્યા પર જવા માંગો છો જ્યાં તમને શાંતિ અને આધ્યાત્મ બંને વાતાવરણ મળે તો ગુજરાતની શેત્રુંજ્યની પહાડીની મુસાફરી કરી શકો છો. આ પહાડી પર જવું કોઈ સ્વર્ગની અનુભૂતિ કરવાથી ઓછી નથી. આ જગ્યા અધ્યાત્મ અને શાંતિ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જો તમે અહી જવા માંગો છો તો તેના વિશે થોડી માહિતી જાણી લો.

ક્યાં છે શેત્રુંજ્યની પહાડી

આ પહાડી ગુજરાતના ઐતિહાસિક શહેર પાલિતાણાની નજીક છે. આ શહેરની નજીક પાંચ પહાડીઓ છે. જેમાં સૌથી પવિત્ર શેત્રુંજ્યની પહાડી છે. આ પહાડી પર સેંકડોની સંખ્યામાં જૈન મંદિર આવેલા છે. આ પહાડી સમુદ્ર તળથી 164 ફીટની ઊંચાઈ પર સ્થિત છે. આ પહાડી પર એક-બે નહિ, પરંતુ 865 મંદિર છે અને પહાડી પર પહોંચવા માટે તમારે પત્થરોથી બનાવેલ 375 સીડી ચઢવી પડશે.

900 વર્ષ પહેલા થયું હતું મંદિરનું નિર્માણ

ઉલ્લેખનીય છે કે, પહાડી પર સ્થિત આ મંદિરોનું નિર્માણ 900 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. કાર્તિક પૂર્ણિમાના દિવસે અહી મોટી સંખ્યામાં પહાડી પર જમા થાય છે. જે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવે છે. એવી માન્યતા છે કે, જૈન ધર્મના સંસ્થાપક આદિનાથે આ શિખર પર સ્થિત વૃક્ષની નીચે આકરી તપસ્યા કરી હતી. આ સ્થળ પર આજે આદિનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું. મંદિરના પરિસરમાં મુસ્લિમ સંત અંગાર પીરની મજાર પણ આવેલી છે. તેમણે મુઘલોથી શેત્રુંજ્ય પહાડીની રક્ષા કરી હતી. તેથી સંત અંગાર પીરમાં માનનારા મુસ્લિમ લોકો પણ આ પહાડી પર આવે છે અને મજાર પર માથુ જરૂર ટેકે છે.

(5:12 pm IST)