Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરાના વેપારી સાથે બિટકોઇન આપવાના નામે ઓનલાઇન 15.27 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઇ

બિટકોઇન લેવાના લોભમાં વડોદરાનો વેપારી છેતરાયો :ગઠિયો ઓનલાઇન રૂ. 15 લાખ ટ્રાન્સફર કરાવી ગાયબ

વડોદરા :શહેરના આર.વી.દેસાઇ રોડ પર રહેતા બિઝનેસમેનને બિટકોઇન આપવાના નામે ઓનલાઇન 15.27 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઇ કર્યાંની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે છેતરપિંડી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે. ભેજાબાજએ વેપારીને 20 હજાર ડોલરનું રોકાણ કરવુ  પડશેનું જણાવ્યું હતું.

 શહેરના શહેરના આર.વી.દેસાઇ રોડ પર પર આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ એનેક્ષી ટાવરમાં રહેતા 70 વર્ષના રમણલાલ અંબલાલ વ્યાસ સીટરૉન ઓર્ગેનીસ લિમિટેડના માલિક છે. એપ્રિલ 2020માં ગૂગલ પર સર્ચ કરતા તેમને ABOMOFFSHORE નામની કંપની વિશે માહિતી મળી હતી અને તે બિટકોઇ વેચતી હોવાનું જણાવા મળ્યું હતું. જેથી આ કંપનીના માલિક અમ્રીતેન્દુ ભટ્ટાચાર્યનો ફોન પર રમણલાલ વ્યાસે સંપર્ક કર્યો હતો. જેથી અમ્રીતેન્દુએ પોતાની ઓફિસ કોલકાતા અને લંડનમાં હોવાનું જણાવી એક બિટકોઇ પેટે 7.32 લાખનો ભાવ ગણાવી 20 હજાર ડોલરનું રોકાણ કરવું પડશે તેમ જણાવ્યું હતું.

દરમિયાન રમણલાલ વ્યાસે અમ્રીતેન્દુએ જણાવેલ બેંકના ખાતામાં મે 2020માં 3,79,503 NEFT ઓનલાઇન તેમજ બીજા 11,46,658 અને ત્યાર બાદ 86 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. જો કે, ત્યારબાદ અમ્રીતેન્દુ નામના શખ્સે માત્ર 80 હજારના બિટકોઇન આપ્યા હતા, પણ બાકીના બિટકોઇન આપ્યા ન હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતા આ મામલે રમણલાલ વ્યાસે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  પોલીસે છેતરપિંડી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

(9:39 pm IST)