Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ખંભાતની પરિસ્થિતિને કંટ્રોલ કરવા યુદ્ધના ધોરણે કાર્યવાહી :આણંદમાં એસપી કક્ષાના ત્રણ અધિકારીઓ સાથે અર્ધ લશ્કરી દળોની ચાર કંપનીઓ ઉતારી દેવાઈ :અમદાવાદ રેન્જ વડા વી, ચંદ્રશેખર દ્વારા આણંદમાં કેમ્પ રખાયો

---ખંભાતની પરિસ્થિતિને નિયંત્રણ લાવવા માટે એસઆરપી કમાન્ડર સહીત વધારાની બે ટુકડીઓ તાબડતોબ તૈનાત કરાઈ : અકિલા સાથે રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા નરસીમાં કોમારની વાતચીત

અમદાવાદ : રામનવમીના શોભાયાત્રા દરમિયાન થયેલ પથ્થરમારા અને એસપી સહિતના અધિકારીઓ ઘાયલ થવાના બનાવને પગલે પગલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્ડ ઓર્ડરના વડા નરસીમાં કોમારે દ્વારા પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી

 અકિલા સાથેની વાતચીતમાં ગુજરાતના લો એન્ડ ઓર્ડરના વડા નરસીમાં કોમારે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસની મદદમાં ત્રણ એસપી અને ચાર કંપની એસઆરપીનો કાફલો પહોંચાડવામાં આવ્યો છે,તેઓએ વિશેષમાં જણાવેલ કે અમદાવાદના રેન્જ વડા વી, ચંદ્રશેખરને પણ કેમ્પ કરવામાં આવ્યો છે

 નરસીમાં કોમારે ખભાતની પરિસ્થિતિ કંટ્રોલમાં લેવાના સંદર્ભમાં જણાવેલ કે સ્થાનિક પોલીસની મદદમાં  એસઆરપીની બે કંપનીઓ અને એસઆરપી કમાન્ડર કક્ષાના અધિકારી તાબડતોબ મોકલી દેવામાં આવ્યા છે તેઓએ એમ પણ જણાવેલ કે ખંભાતમાં સ્થાનિક પોલીસની મદદમાં પ્રથમ બેંચ એસઆરપીની કંપનીઓ આગોતરી મુકવામાં આવૈ હતી A

(10:35 pm IST)