Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવાડીયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ખાતે ABPSS ની મિટિંગ યોજાઈ

પત્રકારોની સુરક્ષા સાથે સાથે તેમના બાળકો અને પરિવારજનો ને મેડિકલ અને શિક્ષણ બાબતે લાભ થશે તેમ ABPSS ના હોદેદારો એ નર્મદા જિલ્લાના પત્રકારો ને માહિતી આપી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા કરજણ વિશ્રામ ગૃહ ખાતે 10 એપ્રિલ-૨૦૨૨ ના દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવાડીયાના માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ની મિટિંગ યોજાઈ જેમાં આમંત્રિત મહેમાનોમાં   ABPSS ના અજયસિંહ પરમાર (રાષ્ટ્રીય કોસાધ્યક્ષ), નિરવભાઈ પંડ્યા(ગુજરાત પ્રદેશ મંત્રી),પ્રિતેશભાઈ પારેખ(પ્રદેશ કારોબારી), અનંતભાઈ સુથાર(સભ્ય)શૈલેષભાઇ પરમાર (ઉપ પ્રમુખ,ભરૂચ) ભાવેશભાઈ મુલાણી(મહામંત્રી),ભરૂચ તેમજ ABPSS ના નર્મદા જીલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં પત્રકારોની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સાથે સાથે હાજર પત્રકારો ના મંતવ્ય સાંભળી ABPSS ના હોદેદારો એ તેના ઉકેલ લાવવા અને ભવિષ્યમાં પત્રકારો ને કોઈપણ મુશ્કેલી હોય તો અંગત તકલીફ સિવાયની તમામ તકલીફો માટે સહકાર આપવા રાષ્ટ્રીય હોદેદારો એ ખાતરી આપી હતી તેમજ પત્રકારો ના બાળકોને શાળામાં ફી માં રાહત મળે તેમજ મેડિકલમાં પણ પત્રકારો ના પરિવારજનો ને લાભ મળે તેમ સ્કૂલો અને હોસ્પિટલો સાથે ABPSS એમઓયુ કરશે તેવી વિષેશ જાણકારી આપી રાજપીપળા ની એક શાળા માં એમઓયુ બાબતે ABPSS ના રાષ્ટ્રીય હોદેદારો એ આ શાળાની વિઝીટ પણ કરી હતી. આમ પત્રકારોની સુરક્ષા સાથે સાથે તેમના બાળકો અને પરિવારજનોને પણ મેડિકલ અને શિક્ષણ બાબતે લાભ થશે તેમ ABPSS ના હોદેદારો એ નર્મદા જિલ્લાના પત્રકારો ને માહિતગાર કર્યા હતા.

(11:10 pm IST)