Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રાજપીપળા આરબ ટેકરા બગડતા વાલ ના કારણે પાણીની કટોકટી,બીજો વાલ ચાલુ કરવા માંગ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :  રાજપીપળા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ વાલ ના કારણે અવાર નવાર આવતી હોય આવા વિસ્તારમાં એક સ્પેર વાલ હોવો જરૂરી છે

તાજેતરમાં જ આરબ ટેકરા પાણીની ટાંકી નો વાલ બેસી જતા પાંચેક વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ સર્જાઈ હતી ત્યારે જાણવા મળ્યા મુજબ આ ટાંકી નો અવાર નવાર વાલ બેસી જતા લોકો પાણી માંગે તકલીફ વેઠી રહ્યાં છે પરંતુ ત્યાં જ બીજો એક સ્પેર વાલ એક વર્ષ થી લાગેલો હોય એને ઉપયોગ માં ન લેવાથી હાલમાં એ જામ છે તો આવા સ્પેર વાલ ની સર્વિસ કરી શહેરની દરેક પાણીની ટાંકી પાસે સ્પેર વાલ મૂકી પાણી બાબતે કાળજી લેવાઇ તેવી રજુઆત સ્થાનિકો દ્વારા કરાઈ છે.

● જોકે આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે આવનારા સમયમાં જ્યાં જ્યાં વાલ ની અવાર નવાર તકલીફ હશે ત્યાં સ્પેર વાલ માટે અમે આયોજન કર્યું છે ટૂંક સમયમાં આ માટે કામગીરી હાથ ધરાશે.

(11:12 pm IST)