Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

હિમતનગરના છાપરીયામાં અશાંત સ્થિતિને પગલે અનેક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ: પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કાર્યવાહી કરાશે

 સાબરકાંઠા હિંમતનગરમાં રામનવમી નિમીત્તે હિંમતનગર શહેરમાં નિકળેલ શોભા યાત્રા દરમિયાન હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં નિર્માણ થયેલ અશાંત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા જાન માલને તેમજ ખાનગી અને સરકારી મિલ્કતને નુકશાન ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારૂ હિંમતનગર શહેરના વિસ્તારોમાં અમુક નિયંત્રણ મુકવા જરૂરી જણાય છે.

  હિતેષ કોયા(I.A.S.), કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, સાબરકાંઠા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂએ નીચેના પ્રતિબંધિત વિસ્તારોમાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થઈ ગેરકાયદેસર મંડળી રચવા પર પ્રતિબંધ ફરમાવું છું. જાહેરનામાનો પ્રતિબંધિત વિસ્તાર (૧) રાધે સ્વીટ માર્ટથી છાપરીયાનો તમામ વિસ્તાર, (૨) ભગવતી પેટ્રોલપંપથી લક્ષ્મીનારાયણ મંદિર તથા ટાવર સુધીનો તમામ વિસ્તાર. (૩) મહાકાળી મંદિરથી પૂર્ણિમા ડેરી છાપરીયા સુધીનો તમામ વિસ્તાર, (૪) ચાંદનગર, ન્યાયમંદિર થી મહેતાપુરા સુધીનો તમામ વિસ્તાર, (૫) હાજીપુરા, અલ્કાપુરી, બગીચા વિસ્તાર સુધીનો સમગ્ર વિસ્તાર, (૬) જુની જિલ્લા પંચાયતથી નવી દુર્ગા બજાર સુધીનો તમામ વિસ્તાર, જાહેરનામાનો પ્રતિબંધિત સમયગાળો આ હુકમ તા.૧૦/૦૪/૨૦૨૨ ના કલાક ૨૪.૦૦ થી તા.૧૩/૦૪/૨૦૨૨ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. " જાહેરનામાનો ભંગ કરતાં દંડની જોગવાઈ ' આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતા–૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ સજા/ દંડને પાત્ર થશે. આ હુકમ અન્વયે પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કાર્યવાહી કરાશે

 

 
 
(11:49 pm IST)