Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દ્વારકાના લોકોનો પ્રેમ જોઇને રામનાથ કોવિંદજીએ કાફલો રોકાવ્‍યો : કારમાંથી નીચે ઉતરીને અભિવાદન ઝીલ્‍યુ

દ્વારકાના લોકોનો પ્રેમ જાઇ રામનાથ કોવિંદજી કાફલાને રોકી મોટરમાંથી નીચે ઉતરી ગયા અને અભિવાદન ઝીલ્યુ હતું. યાત્રાધામ દ્વારકા ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીઍ સપરિવાર ભગવાનશ્રી દ્વારકાધીશના રામનવમીના દિવસે દર્શન કર્યા હતા. દર્શન કરી પરત ફરતી વખતે રાષ્ટ્રપતિઍ જગત મંદિરના ચોકમાં પોતાના કાફલાને રોકાવી ગાડી નીચે ઉતરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ સરળતા જાઇ લોકો ભાવવિભોર બની ગયા હતા. (અહેવાલ : વિનુભાઇ સામાણી-દ્વારકા તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(11:51 am IST)