Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે, ભાજપ સરકારના રાજમાં ઍક પરીક્ષા સુરક્ષિત નથી કરાવી શકતી : ગોપાલ ઇટાલિયા

ગુજરાતની અહંકારી ભાજપ સરકાર ગુજરાતના યુવાઓ અને ઍમના માતા-પિતાની વેદના સમજા અને વારંવાર થતા પેપર લીંકમાં કઇ પગલાં ભરોઃ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલીયાનો આક્રોશ : ગુજરાતના મહેનત કરતાં વિદ્યાર્થીઅો સાથે રમત રમાઇ રહી છે : સરકારી ભરતીઅોમાં તો ગેરરીતિ થાય જ છે પરંતુ હવે તો ધો.૧૦ના પેપરમાં પણ ગેરરીતિ થઇ છે ઃ જેથી શિક્ષણમંત્રીઍ રાજીનામું આપી દેવું જાઇઍ : આમ આદમી પાર્ટીના નેતાની માંગ

રાજકોટ,તા.૧૧ઃ વારંવાર પેપર લીકની ઘટનાને લઇ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાઍ ­ેસ કોન્ફરન્સ કરી ગુજરાત ની જનતાને જણાવ્યું હતું કે ધો.૧૦નું જે પેપર ફૂટ્યું છે ઍ શિક્ષણ વિભાગ માટે શરમજનક વાત છે મહેસાણામાં પણ અગાઉ આવી રીતેજ પેપર બારોબાર લીક થયું હતું. સરકારે આ બાબતે પેપર ફોડવામાં સંડોવાયેલા લોકોની તપાસ કરવી જાઈઍ. ગુજરાતના મહેનત કરતાં વિદ્યાર્થીઅો સાથે રમત રમાઈ રહી છે. સરકારી ભરતીઅોમાં તો ગેરરીતિ થાય જ છે પરંતુ હવે તો ધો.૧૦ ના પેપરમાં પણ ગેરરીતિ થઈ છે. જેથી શિક્ષણમંત્રીનું રાજીનામું આપી દેવું જાઈઍ. પરીક્ષા ચાલું હતી તે દરમિયાન સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયું ગુજરાતમાં મહિનામાં ચોથું પેપર ફૂટ્યું? ૨૦૨૧ માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી ઝ઼ઞ્સ્ઘ્ન્માં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ અોક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-અોડીટરની પરીક્ષામાં દ્વારા પેપર લીક થયું  વન રક્ષક પેપર લીક થયું જયારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી. આમ જુલાઈ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨  સુધીમાં પેપર લીક થવામાં સરકારે રેકોર્ડ તોડ્યો છે.
અને ઍમાં પાછા આપણા હોનહાર મહાન શિક્ષણ મંત્રી ઍમ કહે કે ગુજરાતમાં શિક્ષણ સારું ન હોઈ તો ગુજરાત છોડી દો. ગુજરાતની જનતાને જાગવાની જરૂર છે તમારા બાળકો ના ભાવિ ભવિષ્ય પર આ સરકાર હાનિકારક છે માટે જાગો ને પરિવર્તન તરફ વડો આમ આદમી ને ઍક મોકો આપો .આપ સહુને આમ આદમી પાર્ટી આપના બાળક અને આપની વેદના સમજે છે. ઍક મોકો આપને પછી જેઅો ગુજરાતને.
જીતુ વાઘાણીના નિવેદનનો મર્મઍ છે કે જે ­જામાં રાજ બદલવાની ત્રેવડના હોય ઍણે રાજય બદલી નાખવું જાઈઍ - આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલીયા  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ­શ્નો ઉભા કરનારને જાહેર આહવાહન કર્યું કે ‘જેમને અહીંનુ શિક્ષણના ગમતુ હોય ઍ ઍલસી સર્ટીફિકેટ  કઢાવી બીજા રાજયમાં જતા રહે ’. મતલબ અમે સત્યાવીસ વરસે પણ વ્યવસ્થા પરિવર્તન નહી કરીઍ તમને ઍનાથી વાંધો હોય તો તમારી વ્યવસ્થા તમારા મનપસંદ રાજયમાં કરી લો.
આમતો જીતુભાઈઍ સાચુ જ કહ્નાં છે. ઍમના નિવેદનનો ગૂઢાર્થ ઍજ છે કે જે ­જામાં રાજ બદલવાની ત્રેવડ ના હોય ઍ ­જાઍ રાજય બદલી નાખવું જાઈઍ. શિક્ષણના ખાનગીકરણ વડે પાનના ગલ્લાની જેમ ખોલી નાખેલી હાટડીઅોમાં મોંઘાભાવે વેચાતુ શિક્ષણ મેળવીને , કમરતોડ ફી ચુકવી બેવડ વળીને, સરકારી શિક્ષણના માળખાને ચકનાચુર થતુ જાઈને પણ જા ભાજપને સત્યાવીસ વરસથી તમે સમર્થન આપતા હોવ તો તમને ગમે કે ના ગમે, તમને પરવડે કે ના પરવડે અમે ધડલ્લેથી શિક્ષાનો વેપાર કરતાં રહીશુ ઍવુ જીતુ વાદ્યાણીના આ નિવેદન વડે કહેવા માંગે છે.સત્ત્।ાનો યાવત ચંદ્ર દિવાકરનો અહંકારી ભાવ જીતુભાઈની વાણીમાં છલકે છે. લોકો અમારૂ સમર્થન કરે છે, અમે જીતીઍ છીઍ ઍટલે અમે જે કંઈ કરીઍ છીઍ તે શ્રેષ્ઠ છે ઍવો દાવો આ વાતમાં દેખાય છે. 
જીતુભાઈ સીધેસીધુ ચોપડાવવાના બદલે પરોક્ષપણે કહી રહ્ના છે કે..હા, અમે સાતસો શાળાઅો માત્ર ઍક શિક્ષકથી ચલાવીશુ, ટાઢ તાપ વરસાદમાં ઉઘાડા મેદાનમાં તમારા બાળકો ભણાવીશુ, સત્યાવીસ વરસમાં નહી ભરેલી અોગણીસ હજાર જેટલી શિક્ષકોની ખાલી જગ્યા હજુ નહી ભરીઍ, શિક્ષકો પાસે ખાડા ખોદાવશુ, તીડ ભગાવડાવશુ, અમારા માટે ભીડ ભેગી કરાવીશુ, મડદા ગણાવડાવશુ , પેપર લીક કરીશુ , જેમ ફાવે તેમ કરશુ...­શ્ન નહી પુછવાના કેમ કે સત્યાવીસ વરસથી ઍકધારા અમે જીતતા આવીઍ છીઍ
ભાજપ સરકાર શિક્ષણની ફાઈલો પરની ધુળ ખંખેરવા કરતાં કાશ્મીરની ફાઈલ મારફત મરેલા મડદાઅોની રાખ ઉડાડી ઍમના માટે ૨૦૨૨ના જીતનો ગુલાલ તૈયાર કરવામાં વ્યસ્ત હોય ત્યારે આવા બેમતલબના સવાલ ખુંચે તો ખરા ! રામમંદીરની ટોચ પર ફરકતી હીંદુત્વની ધર્મધજામાં શ્રેષ્ઠ ભારતનુ સપનુ જાનારાઅોને ગામની સ્કુલ માથે છત છે કે નહી ઍનાથી શું ફરક પડે ? યુવાનોના હાથમાં ડીગ્રી પકડવાની વેળાઍ ત્રિશુળ પકડાવી દઈ સત્ત્।ાની રમતમાં પીઍચડી કરવામાં સફળ રહેલ ભાજપના શિક્ષણમંત્રી સાચુ જ તો કહે છે , આ બધુ ગમતુ હોય તો રહો બાકી ચાલતી પકડો. કાશ્મીર ફાઈલ જાઈ પંડીતોના પુનઃવસન પર ચિતાંતુર થયેલાઅોની ચિંતા જીતુ વાઘાણીઍ ગુજરાતથી નિરાશ્રીત કરી દેવાનુ આહવાહન કરી બેવડી કરી દીધી. લોકો વિમાસણમાં છે કે, સાલ્લુ સારૂ અને સસ્તુ  ભણતર માંગીશુ તો ગુજરાત છોડવુ પડશે અને ગુજરાતમાં રહેવુ હશે તો બાજારૂ શિક્ષણ વ્યવસ્થા સામે મજબુરીના દ્યુંદ્યરૂ બાંધી નાચવુ પડશે. ઈધર કુવા ઉધર ખાઈ, યે તો ફસા ગયે ભાજપાઈ...
ખરેખર ભુલ આમ આદમી પાર્ટીના દિલ્હીના શિક્ષણ મંત્રીની છે. મનીષ સીસોદીયાઍ જીતુભાઈને દિલ્હી આવી સરકારી શાળાઅો જાવાનો પડકાર ફેંકી ગુજરાતીઅોને મુશ્કેલીમાં મુક્યા. જીતુભાઈઍ વળતો દાવ ખેલી પોતે દિલ્હી જવાના બદલે ગુજરાતના વિધ્યાર્થીઅોને દિલ્હી ધકેલી દેવાનો કારસો કરી નાખ્યો. હવે પુછો સવાલ ?
આજે જીતુભાઈ શિક્ષણ મુદ્દે ગુજરાત છોડી દેવાનુ કહે છે કાલે કોઈ ભાજપના નેતા સસ્તુ પેટ્રોલ જાઈતુ હોય તો કુવૈત જતુ રહેવાનુ કહેશે. ઍટલુજ નહી ભાજપ ના ગમતુ હોય તો ભારત છોડી દેવા પણ કહી દે! ટુંકમાં ગુજરાતીઅોઍ રાજ બદલવાની ત્રેવડ નહી હોય તો રાજય બદલવાની તૈયારી રાખવાની...
આ સાથે આમ આદમી પાર્ટીના નેતા  ગોપાલ ઈટાલિયાજીઍ ગુજરાતમાં યોજાનારી ન્ય્ઝ઼ પરીક્ષા વિશે જણાવ્યું હતું કે હું ગુજરાતના યુવાનોને આજની ન્ય્ઝ઼ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું. અને હું ભગવાનને ­ાર્થના કરું છું કે આજે મને આશા છે કે ન્ય્ઝ઼ પરીક્ષાનું પેપર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને પેપર લીક થયા વિના થાય. આમ આદમી પાર્ટીના નેતા  ગોપાલ ઈટાલિયાઍ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતનો દરેક કાર્યકર ગુજરાતના યુવાનો અને તેમના માતા-પિતા સાથે છે. (૨૨.૧૩)

(10:52 am IST)