Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રામનવમીના પુનિત પર્વે મેમનગર ગુરુકુલ ખાતે સમૂહ મહાપૂજા પૂજનમાં ૧૮૦ થી વધારે ભકતો જોડાયા રાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવાયો નિલકંઠ વર્ણી કેસર જળ અને દૂધથી અભિષેક કરવામાં આવ્યું

અમદાવાદ તા. ૧૧ પવિત્ર ચૈત્ર રામનવમીના પુનિત પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતુ જેમાં શહેર વિસ્તારના ૧૮૦ થી વધારે હરિભકતો જોડાયા હતા
રાજોપચાર પૂજન બાદ વેદોક્ત વિધિ સાથે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંતોએ નિલકંઠ વર્ણી ભગવાનનું કેસર અને સાકર મિશ્રિત દૂધથી પયોભિષેક કરેલ.
દિવસે ૧૨ કલાકે શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને રાતે ૧૦:૧૦ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવાયો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ જન્મોત્સવ પ્રસંગે નૃત્યનો રંગારંગ કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે સંતોએ હિંડાળો શણગારી બાલ ભગવાનને ઝુલાવ્યા હતા.

(1:58 pm IST)