Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સુરત વેડ રોડ ગુરૂકુળમાં અઢી દાયકાથી અવિરત સ્‍વામિનારાયણ મંત્ર ધૂન

રાજકોટ તા. ૧૧ : સુરતના વેડ રોડ ઉપર આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલમાં સ્‍વામિનારાયણ મંત્ર ધૂનનો પ્રારંભ આજથી ૨૫ વર્ષ પહેલા થયેલ. અખંડ ભજનાનંદિ સંત પૂજય શ્રી જોગી સ્‍વામીએ અખંડ ધૂનનો પ્રારંભ કરાવેલ. સંતો વિદ્યાર્થીઓ તથા મહિલા તેમજ પુરુષ ભક્‍તો દ્વારા અખંડ ધૂન થઈ રહી છે.
શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યા અનુસાર આ અખંડ ધૂન નિર્વિઘ્‍ન પણે અવિરત ચાલુ રહી છે.  પ્રારંભમાં સુરતમાં કોમી તોફાનો વખતે ધૂન ચાલુ રહેલી. પ્‍લેગ આવ્‍યો ત્‍યારે આખુ સુરત ખાલી થઈ ગયેલું છતાં અખંડ ધૂન ચાલુ રહેલી.  કોરોના સમયમાં લોકડાઉન વખતે પણ દેશ વિદેશના યુવાનો તેમજ મહિલાઓ ઓનલાઇન ધૂનમાં મોટી સંખ્‍યામાં જોડાયેલા. નજીકમાં રહેતા ભકતો પ્રત્‍યક્ષપણે ધૂન કરવામાં સફળ રહ્યા હતા.
જયાં બે લાખ ને અઢાર હજાર કલાક ૨,૧૮,૦૦૦થી અખંડધૂન થાય છે તે ધૂન મંડપ પણ એક તીર્થસ્‍થાન રૂપ બની ગયેલ છે. તે મંડપનો અભિષેક કરવામાં આવેલ.
શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ પ્રારંભમાં વૈદિક મંત્રો સાથે ધૂન મંડપ-મકાનનું અહોભાવથી પૂજન  કર્યું હતું. દૂધ, દહીં, ઘી, મધ, ચંદન, આદિક ઉપચાર દ્રવ્‍યો બાદ જળથી ધૂન મંડપનો અભિષેક કરેલ. સંતોએ અબીલ ગુલાલ તથા ૨૫૦ કિલો ફૂલપાંખડીઓથી અભિષેક કરેલ.
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું કે ગુરૂદેવ શાષાીજી મહારાજનું ધ્‍યેય હતું કે આપણે ભગવાન ભજવા અને અન્‍યને ભજાવવા. આજે ગુરૂવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને શ્રી  ધર્મવલ્લભદાસજી સ્‍વામી પણ ભગવાન ભજે છે અને લાખો જીવોને ભગવાન ભજાવી રહ્યા છે.

 

(2:31 pm IST)