Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગાંજા સપ્‍લાય કરવા બદલ જેની કરોડોની મિલ્‍કત જપ્‍ત થયેલ તેવા ઓરિસાના કુખ્‍યાત બંધુઓ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ગાંજો મોકલ્‍યો હવાનો ધડાકો

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને ક્રાઈમબ્રાન્‍ચ ટીમ દ્વારા ગુજરાતમાં ગાંજો સપ્‍લાય કરવાનું ગાંજા કિંગને ભારે પાડી દીધું : ક્રાઈમબ્રાન્‍ચ એડી.સી.પી.શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ એસીપી.આર.આર. સરવૈયા ટીમ દ્વારા ફૂલપ્રૂફ કાર્યવાહી થયેલ

રાજકોટ, તા.૧૧:  સૌરાષ્‍ટ્ર ગુજરાત સહિત દેશભરમાં ગાંજો મોટા પાયે સપ્‍લાય કરવા માટે જાણીતા ઓરિસ્‍સાના ગાંજાકિંગ તરીકે જાણીતા પાંડી બ્રધર્સ દ્વારા પોલીસ કમિશનર અજયકુમાર તોમરના ડ્રગ્‍સ મુકત અભિયાનની ક્રાંતિમાં સુરંગ ખોદવી હોય તે રીતે ગાંજો સપ્‍લાય કરવાનું ચાલુ રાખવાનું ભારે પડી ગયું છે, અજયકુમાર તોમરે ક્રાઇમબ્રાન્‍ચ મારફત પોતાના બીએસએફ સંબંધો અંતર્ગત ઓરિસ્‍સા પોલીસ મારફત દરોડા પડાવવા સાથે તેની કરોડોની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી સહયોગ પૂરો પડતા દેશભરના ડ્રગ્‍સ સપ્‍લાયરોમા ભારે ડર પેદા થયો છે.

ઓરીસ્‍સા રાજયના ગંજામ જીલ્લાનાં સચીના ગામનાં રહેવાસી અનીલ વૃન્‍દાવન પાંડી તથા સુનીલ વૃન્‍દાવન પાંડી દ્વારા સમગ્ર દેશમાં ઓરીસ્‍સાથી ગાંજાનો જથ્‍થો ગેર કાયદેસર રીતે પહોચાડવામાં આવે છે. આ પાંડી બ્રધર્સ દ્વારા ગુજરાત રાજયમાં પણ ગાંજાનો જથ્‍થો અવાર-નવાર પહોચાડવામાં આવેલ. આ પાંડી બ્રધર્સ સામે સુરત શહેરમાં અલગ-અલગ પોસ્‍ટેમાં એન.ડી.પી.એસના કુલ ૦૪ ગુના તથા સુરત રેલ્‍વે અમદાવાદ શહેર,રાજકોટ ગ્રામ્‍ય,જુનાગઢ જીલ્લો, સુરત ગ્રામ્‍ય મળી કુલ્લે ૧૧ ગુનાનો દાખલ થવા પામેલ છે. આ પાંડી બ્રધર્સ પૈકી સુનીલ પાંડીને તા.૦૮/૦૩/ર૦ર૧ના રોજ ઓરીસ્‍સા રાજયના ગંજામ જીલ્લાના સચીના ગામ ખાતેથી ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની ટીમ દ્વારા પકડવાંમા આવેલ. આ આરોપીની ધરપકડ કરવાંમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચના એડીશનલ પોલીસ કમિશનરશ્રી શરદ સીંધલ સાહેબ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવા માર્ગદર્શન પુરૂ પાડવાંમાં આવેલ.ત્‍યાર બાદ ગઈ તા.૧૩/૮/ર૦ર૧ના રોજ ૯૯૦ કીલો ગાંજાનો જથ્‍થો ભુવનેશ્વર ખાતેથી ઓરીસ્‍સા એસ.ટી.એફ દ્વારા ઝડપી પાડવાંમાં આવેલ. આ ગાંજાનો જથ્‍થો પકડી પાડ્‍યા બાદ સુરત શહેર પોલીસ તથા એસ.ટી.એફ ઓરીસ્‍સા દ્વારા સંયુકત  પ્રયત્‍નો કરી એન.ડી.પી.એસ એક્‍ટની કલમ ૬૮ એફ (ર) મુજબ પાંડી બ્રધર્શની અલગ- અલગ જમીનો તથા મિલ્‍કતો મળી કુલ કિ.રૂ ૦ર કરોડ ૧૦ લાખ જેટલાની ફીઝ કરવામાં આવેલ છે તેમજ તેઓ બન્‍નેના બેંક એકાઉન્‍ટમાં રહેલા ર૬ લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવેલ છે.

 સુનીલ પાંડી વરાછા પોસ્‍ટેના એન.ડી.પી.એસના ગુનામાં જામીન મુકત થયા બાદ એન.ડી.પી.એસ સેલ ગાંધીનગર ગુજરાત રાજ્‍ય દ્વારા પીટ એન.ડી.પી.એસના કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ સાબરમતી સેન્‍ટ્રલ જેલ અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.

આરોપીઓ અને તેના પરીવાર દ્વારા જે મિલ્‍કતો વસાવવામાં આવેલ છે તે મિલ્‍કતો ગેરકાયદેસરના ધંધામાંથી ઉપાર્જન કરી મેળવેલ હોવાનુ તપાસ દરમ્‍યાન જાણાયેલ આરોપીઓના વર્ષ ર૦૧૫ થી ૨૦૨૧ સુધી ઈન્‍કમટેક્‍શ રીટર્ન ફાઈલ કરવામા આવેલ તેમા દરશવેલ આવક તેઓના કાયદેસરના કામધંધા માથી મેળવેલ હોય તેવુ જણાતુ ન હોય અને આ મિલ્‍કત ગેર કાયદેસરના ધંધામાથી પ્રાપ્‍ત કરેલાનુ જણાતા આરોપીઓનો સચીના ખાતે આવેલ વૈભવી બંગલો તથા જમીનોની હાલની બજાર કિંમત કરોડો રૂપિયામાં થાય છે તે ઈન્‍કમટેકશ એકટ તથા એન.ડી.પી.એસ એક્‍ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ફ્રીઝ કરવાંમાં આવેલ છે.

 

(3:36 pm IST)