Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રૂ.૪.૭ર કરોડના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ફોર પ્રિસીઝન ફામિ*ગનું ખાતમુહુર્ત રૂ.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત કૃષિ સંશોધન કેન્દ્ર ધંધુકાની નવી ઓફીસ અને લેબોરેટરીનૂં ઇ-લેકપર્ણ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

રાજકોટ તા.૧૧ : રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે ભારત સરકારના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને રાજય સરકાર દ્વારા રૂ.૪.૭ર કરોડના ખર્ચે સેન્ટર ફોર પ્રિસીઝન ફામિ*ગના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત આણંદ કૃષિ યુનિવર્સિટીના ધંધુકા ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રૂ.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત અોફીસ અને લેબોરેટરી બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કર્યુ હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ધંધુકા ખાતે રાજય સરકાર દ્વારા રૂ.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત અોફીસ કમ લેબોરેટરીનું કમ લેબોરેટરીનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવનિર્મિત અોફીસ કમ લેબોરેટરી પ૧૬.૩ર ચો.મી.માં રૂ.૮૦ લાખના ખર્ચે બે માળની ઇમારત નિર્માણ પામી છે જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં ટેકનીકલ સ્ટાફ, ઍડમીનીસ્ટ્રેટીવ સ્ટાફ, સાયન્ટીસ્ટ ચેમ્બર અને ઓફીસ રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે જયારે પ્રથમ માળે મ્યુઝિયમ હોલ ટ્રેનીંગ હોલ, સ્ટોર રૂમ બે લેબોરેટરી રૂમ, રેકોર્ડ/સ્ટોર રૂમ, પેન્ટ્રી રૂમનો સમાવેશ થાય છે.
જયાર ે આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પમાં આવેલ ઍકઝામ હોલની બાજુમાં ભારત સરકારના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને ગુજરાત સરકાર દ્વારા રૂ.૪.૭ર કરોડના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ફોર પ્રિસીઝન ફામિંગ ઇમારતનું કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.
આ સેન્ટર ફોર પ્રિસીઝન ફામિંગનો વિકાસ કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ બેઝીક સાયન્સ, બી.ઍ.કોલેજ અોફ ઍગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેકટ સાકાર થતા ઇસરો (આઇઍસઆરઓ) તથા દુનિયાની વિવિધ સ્પેસ ઍજન્સીના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરી અદાલત સાધનોથી ખેતરમાંથી ડેટા લઇ તથા ડ્રોન આધારીત સેસીંગ ઉપર સંશોધન કરી ચોકસાઇપૂર્વકની ખેતીને ખેડુતો સુધી પહોîચાડવાનો મુખ્ય હેતુ રહેલ છે. જેમાં અદ્યતન રીમોટ સેîસીંગ તથા આજીઆઇઍસ ટેકનોલોજીનો ઉપયોગ કરવમાં આવશે.

(5:28 pm IST)