Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

પહેલા અમે ઍવુ માનતા હતા કે, અમને બંધુ આવડે પરંતુ તાલીમ લીધા પછી સાચી ખબર પડી અને જાણકારી મળી-ડીલર મયંકભાઇ દવે

રાજકોટ તા.૧૧ : રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ કેન્દ્રો દ્વારા ઇનપુટ ડીલર્સ માટે યોજવામાં આવેલ સર્ટિફીકેટ કોર્સ અોન ઇન્સેકિટલાઇડ મેનેજમેન્ટ ફોર ઇનપુટ ડીલર્સ/ડિસ્ટ્રીબ્યુટર્સમાં ઉતીર્ણ થયેલા ડીલરોને કૃષિ રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં ભાગ લઇ પ્રમાણપત્ર મેળવનાર ઇનપુટ ડીલર મયંકભાઇ દવેઍ પોતાનો પ્રતિભાવ વ્યકત કરતા આ તાલીમ લીધી તે પહેલા અમે અમારી જાતને ઍમબીઍ ઍટલે કે અમને બધુ આવડે તેવી માન્યતા ધરાવતા હતા. પરંતુ તાલીમ લીધા પછી અમને સાચી ખબર અને જાણકારી મળી હોવાનું કહ્નાં હતું.
તેમણે વધુમાં આ તાલીમમાં ભાગ લેવાથી જમીન રોગ, જીવાત, નિંદણ, વ્યવસ્થાપન, જંતુનાશક દવાઅોની જાણકારી તેની અસરો, કેવી રીતે પાક સંરક્ષણ થાય. કયા રોગમાં કઇ દવા આપવી. કેટલા પ્રમાણમાં આપવી તેની ખરેખર સાચી જાણકારી મળતા હવે અમે જયારે ખેડુતો અમારી પાસે આવે છે ત્યારે અમે ખેડુતોને સાચી માહિતી પહોîચાડી તેઓનું ઉત્પાદન વધે અને આવક વધે તે દિશામાં કામ કરી રહ્ના હોવાનું જણાવ્યું હતું.
દવેઍ ખેડુતોને સાચુ માર્ગદર્શન આપવાથી ખેડુતોને તો ફાયદો થાય છે. તેટલું જ નહી પણ તેની આવક પણ વધશે તેમ જણાવી ડીલરોને ઓનલાઇન વેપારથી ખેડુતોને સાચી માહિતી કે જાણકારી મળતી ન હોવાથી ઓનલાઇન વેપારથી ગભરાયા વગર ખેડુતોને નફા-નુકશાનની પરવા કર્યા વિના ખેડુતોના હિતમાં કામ કરીશું તેમ કહ્નાં હતું.

(5:32 pm IST)