Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સુરતના નાના વરાછા વિસ્તારમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી જબરદસ્તી શરીરસંબંધ બાંધી તરછોડી દેનાર પારાવારિક મામા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: નાન વરાછાની પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયા બાદ જબરજસ્તી શરીરસંબંધ બાંધી તરછોડી દેનાર પારિવારીક મામા વિરૂધ્ધ કાપોદ્રા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય છે. નાના વરાછાના પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી હીનલ (ઉ.વ. 17 નામ બદલ્યું છે) રત્નકલાકાર પિતાને આર્થિક મદદરૂપ થવા ડાયમંડ ફેક્ટરીમાં કામ કરે છે. બે વર્ષ અગાઉ હીનલને ત્યાં તેનો સંબંધી અમદાવાદના ધોલેરા તાલુકાનો બુધાભાઇ માલુભાઇ ગોહિલ રહેવા આવ્યો હતો અને તેની સાથે જ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતો હતો. હીનલની માતા બુધાને ભાઇ માનતી હતી અને દર વર્ષે રક્ષાબંધનમાં રાખડી પણ બાંધતી હતી. જો કે હીનલ અને બુધો એક જ ફેકટરીમાં કામ કરતા હોવાથી તેઓ સાથે આવ-જા કરતા હતા ત્યારે બુધાએ મારે તારી સાથે લગ્ન કરવા છે અને તું મારી સાથે લગ્ન કરીશ તો મારી બહેનના તારા કાકા જોડે લગ્ન કરાવીશ એમ કહી હીનલને પ્રેમજાળમાં ફસાવી હતી. બુધાએ હીનલને ભગાડી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ હીનલે ઇન્કાર કરતા બુધાએ તેના હાથની નસ અને ગળા પર બ્લેડ મારી સામાન્ય ઇજા પહોંચાડતા હીનલ ડરી ગઇ હતી. દરમિયાનમાં ગત 29 માર્ચે બુધો હીનલને ભગાડીને નવસારી તેના સંબંધીને ત્યાં લઇ ગયો હતો. જયાં રાતે હીનલ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ ત્યાંથી વતન જવા નીકળ્યા ત્યારે ચાલુ લકઝરી બસમાં પણ સંબંધ બાંધ્યો હતો. જો કે આ અંગેની જાણ થતા હીનલને તેના પિતા લેવા માટે બુધાના ગામ ધોલેરાના ભાનગઢ ગયા ત્યારે બુધો ત્યાંથી ભાગી ગયો હતો.

(6:48 pm IST)