Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરા:શ્વાનની નજીવી બાબતે થયેલ તકરારમાં બે પાડોશી બાખડ્યા:સામસામે મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શ્વાન ચપ્પલ ખેંચી જવાની તકરારમાં પાડોશી મહિલાઓ બાખડતા સામસામી ફરિયાદના આધારે પોલીસે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરણામા ખાતે રહેતા દેવશ્રીબેન પટેલએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી દીકરીના ચપ્પલ શ્વાન ખેંચી જતા બાબતની વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન પાડોશી હેમાબેનએ અમે તેમના વિશે વાત કરીએ છીએ તેવો વહેમ રાખી ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખી હેમાબેન અને તેમના પતિ ભુપેન્દ્રભાઈ પટેલએ  અપશબ્દો બોલી સાવરણી વડે મારા પતિ ઉપર હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન હેમાબેનએ મારા પતિના હાથે બચકું ભરી ઈજા પહોંચાડી હતી. સાથે મારો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. આસપાસના રહીશોએ અમારો બચાવ કર્યો હતો. તો સામા પક્ષે હેમલતાબેનએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દિકરીના ચપ્પલ શ્વાન ખેંચી જતા અમારી ઉપર વહેમ રાખી અમને સંભળાવતા હતા. અપશબ્દો બોલવાની ના પાડતાં દેવશ્રીબેન પટેલ ,જૈમિન ભાઈ પટેલ અને મહેશભાઈ પટેલએ અમારી ઉપર હુમલો કરી  જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:50 pm IST)