Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરા:કરજણ તાલુકાના પોર ગામે રામનવમીની શોભાયાત્રામાં વાહન પાર્ક કરવા જેવી બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું:એક પોલીસ જવાન સહીત અન્ય લોકો ઈજાગ્રસ્ત

વડોદરા: જીલ્લાના કરજણ તાલુકાના પોર ગામે ગત સાંજે રામનવમીની શોભાયાત્રા દરમિયાન વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં એક પોલીસ જવાન સહીત અન્ય લોકોને ઈજા પહોચી હતી. જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે પોલીસ કર્મીને ઇજા પહોંચતા તે અંગે વરણામા પોલીસે કોઈ અલગથી ફરિયાદ નોંધી નથી.

વડોદરા તાલુકાના કજાપુરા ગામે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા 24 વર્ષીય જીતેન્દ્રભાઈ મંગળભાઈ ઠાકોરે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,સાંજના સાડા નવ વાગે પોર બસ સ્ટેન્ડ પાસે પોતાની સીટી રાઈડ લઈને ઉભો હતો. ત્યારે પોર ગામના સરપંચ જગદીશ પટેલે આવી ને કહ્યું કે અહ્યા ભીડ કેમ છે ? ગાડી કેમ ઉભી રાખી તેમ કહીને બોલાચાલી શરૂ કરી હતી. જે બાદ મામલો ઉગ્ર બનતા ગાળાગાળી શરૂ થઇ ગઈ હતી. અને ત્યાર બાદ મારામારી શરૂ થતા જગદીશ પટેલ સરપંચ સાથે આવેલા ચંદ્રકાંત જશભાઈ પટેલ, મનોજ સોમાભાઈ પંચાલ અને દિનેશ જાદવે ફરિયાદી જીતેન્દ્ર ઠાકોર પર લાકડી તેમજ ગડદા પાટુંનો માર મારી હુમલો કરી કાનના ભાગે અને માથાના ભાગે ઈજા પહોચાડી હતી.

(6:55 pm IST)