Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરાના ભૂતડીજાપા વિસ્તારમાં ભરાતી શુક્રવારી બજારમાં એક્ટિવાની ડેકીમાંથી અજાણ્યો ગઠિયો બે મોબાઈલ સહીત 1500ની રોકડ ચોરી છનનન.....

વડોદરા:શહેરના ભુતડીજાપા વિસ્તારમાં ભરાતી શુક્રવારી બજારમાં કપડાની ખરીદી અર્થે ગયેલા દંપતીની એક્ટિવાની ડેકીમ તોડી અજાણ્યો ગઠિયો બે મોબાઇલ ફોન અને રોકડા 1500 ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ કારેલીબાગ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. આ અંગેની વિગત એવી છે કે,શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા હાથીખાના મીઠા ફળિયામાં રહેતા જાવેદ ખાન પઠાણ સર્વિસ સ્ટેશન ધરાવે છે. શુક્રવારના રોજ શુક્રવારી બજાર માં તેઓ પત્ની સાથે એકટીવા લઇ ખરીદી માટે પહોંચ્યા હતા. તે સમયે તેઓએ એકટીવા અંબે માતાના મંદિર પાસે પાર્ક કરી હતી. એક્ટિવાની ડેકીમાં બે મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 1500 હતા. કપડાની ખરીદી કરી પરત આવતા એકટીવાની ડેકી ખુલી જણાવી હતી. અને તેમાંથી મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા ચોરી થયાનું બહાર આવ્યું હતું. જે અંગે તેઓએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(6:51 pm IST)