Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરામાં બીટકોઈન ખરીદવા માટે ઓનલાઇન પેમેન્ટ કરવું વેપારીને પડ્યું ભારે:15 લાખ ગુમાવવાની નોબત આવી

 વડોદરા:બિટકોઇન ખરીદવા માટે વડોદરાના વેપારીએ એબોમોફશોર કંપનીના માલિકના એકાઉન્ટમાં ૧૬.૧૨ લાખ રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ,ભેજાબાજે માત્ર ૮૦ હજારના  જ બિટકોઇન આપ્યા હતા.અને બાકીના બિટકોઇન કે રૃપિયા પરત નહી આપી છેતરપિંડી કરી હતી.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આર.વી.દેસાઇ  રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ૭૦ વર્ષના રમણલાલ અંબાલાલ વ્યાસ સીટરોન ઓેગેનીસ લી.ના નામે વેપાર કરે છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે કે,એપ્રિલ-૨૦૨૦ માં મેં ગૂગલ પે પર ફંડીંગ માટે સર્ચ કરતો હતો.તે  દરમિયાન મને બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીના  રોકાણ માટેની કંપની એબોમોફશોર  ના માલિક અમ્રીતેન્દુ ભટ્ટાચાર્યનો મોબાઇલ નંબર મળ્યો હતો.તે નંબર પર કોલ કરતા અમ્રીતેન્દુ ભટ્ટાચાર્યે મને બિટકોઇનમાં નાણાં રોકવા માટેની સલાહ આપી હતી.અને કહ્યું હતું કે,બિટકોઇનમાં રોકાણ કરશો તો સારો એવો નફો મળશે.તેણે પોતાની કંપનીના નામ અને એડ્રેસ આપ્યા હતા.તે સમયે  એક બિટકોઇનનો ભાવ ૭,૩૨,૦૦૦ રૃપિયા હતો.મેં બિટકોઇનમાં રોકાણ કરવા માટે સંમતિ  દર્શાવતા અમ્રીતેન્દુ ભટ્ટાચાર્યે મને જણાવ્યું હતું કે,વિદેશી કરન્સી પ્રમાણે ૨૦,૦૦૦  ડોલર થાય છે.જે ભારતની કરન્સી પ્રમાણ ૧૬ લાખ થાય છે.મેં બિટકોઇન લેવા માટેની પ્રોસેસ શરૃ કરવા કહ્યું હતું.અમ્રીતેન્દુએ તેના બેન્ક એકાઉન્ટની વિગતો આપી હતી.મે ંત્રણ તબક્કામાં તેના એકાઉન્ટમાં મે-૨૦૨૦ થી જૂન-૨૦૨૦ દરમિયાન ૧૬,૧૨,૧૬૭ ટ્રાન્સફર કર્યા હતા.તેણે મને તા.૧૦-૦૬-૨૦૨૦ ના રોજ ૮૦ હજાર રૃપિયાના બિટકોઇન ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ આજદિન સુધી અમ્રીતેન્દુએ બીજા કોઇ બિટકોઇન આપ્યા નથી.મેં વારંવાર તેના મેલ પર મેસેજ મોકલ્યા હતા.તેમજ મોબાઇલ પર સંપર્ક કર્યો હતો.પરંતુ, તેણે મને બિટકોઇન કે મારા બાકી નીકળતા ૧૫.૨૭ લાખ રૃપિયા પરત આપ્યા નથી.

(6:54 pm IST)