Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

અમદાવાદ હનુમાનજી મંદિર ની જગ્યા બદલાય તેવા સંજોગો

અમદાવાદમાં આવેલા હનુમાનજી મંદિરમાં ભક્તોની આસ્થા એટલી મહત્વની છે સુરક્ષા: પ્રસાદ સહિત વિધી માટે પરમિશન લેવી પડે છે

અમદાવાદ: હનુમાન મંદિરની જગ્યા બદલી તેવા સંજૉગો ઉભા થઇ રહયા છે હનુમાનજી મંદિર ની અંદર જવા માટે ભાવિકોને પરમિશન લેવી પડે છે

 સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિર આર્મી કેંટોનમેન્ટ અંદર મંદિર આવેલું છે. ભક્તોની આસ્થા જેટલી મહત્વની છે. એટલી સુરક્ષા પણ મહત્વની છે. જેના કારણે કેમ્પ હનુમાન મંદિરની અંદર કોઈ પણ કાર્યક્રમ અથવા તો હવન, પ્રસાદ સહિત કોઈ પણ વિધિ માટે પરમિશન લેવી પડે છે. અને મંદિરમાં દર્શન માટે પણ ટાઈમ આપવામાં આવ્યો છે તે ટાઈમ દરમિયાન ભક્તોએ દર્શન કરવા આવવું પડે છે.

ત્યારે શ્રી હનુમાનજી મંદિર કેમ્પના પૂર્વ પ્રમુખ પાર્થવી અધ્યાયુંએ જણાવ્યું હતું કે કેમ્પની અંદર મંદિર છે એટલે આર્મીને સાથ આપણે પણ આપવો જોઈએ.કારણે અત્યારે લોકો અંદર જાય આવે કોણ શુ લઈ આવ્યું. જેના સુરક્ષાના કારણે નારિયેળ અંદર લાવવા દેવામાં આવતું નથી. જેથી મંદિર સંચાલકોએ વિચાર્યું જો મંદિર બહાર લઈ લયે જેના કારણે આર્મીને તકલીફ ઓછી પડે અને આપણે છૂટથી 24 કલાક મંદિર ખુલ્લું રાખી શકીએ.

ભક્તોને જ્યારે આવવું હોય ત્યારે આવી શકે. મન ઈચ્છે ત્યારે પૂજા પાઠ કરાવી શકીએ. સુંદરકાંડ કરાવી શકીએ. ઉત્સવ કરી શકીએ.જગ્યા ફાઇનલ થઈ નથી.પરંતુ રિવરફ્રન્ટ પર લાવવાની વાત ચાલે છે. કોરોના બે વર્ષ બાદ હનુમાન જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, ધ્વજા રોહન, મહાપ્રસાદી, છપ્પનભોગ અને જન્મોત્સવ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 15 એપ્રિલના યાત્રા નીકળશે. શોભાયાત્રામાં આશરે સાત ટેબ્લો જેમાં ધાર્મિક અને સામાજિક જ્ઞાન આપતા હશે.શોભા યાત્રાનો મુખ્ય વાહન ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.જેની પાછળ એક વાહનમાં તોપ હશે.

સુશોભિત 14 ટ્રક હશે. પાંચ નાના વાહનો હશે.150થી 200 ટુ વહીલર હશે. શોભાયાત્રામાં ખાસ જોડાશે. સાથે જ અખાડા, નાસિકના ઢોલ વગાડતા યાત્રા આગળ વધશે. 40 જગ્યાએ શોભાયાત્રાની સ્વાગત કરવામાં આવશે. જે શોભાયાત્રા કેમ્પ હનુમાન મંદિર શાહીબાગથી સુભાષ બ્રિજ લુણાવાડા ઉસ્માનપુરા અને ઈન્કમટેક્ષ આશ્રમરોડ કલેક્શન વીએસ હોસ્પિટલ પાલડી વાયુ દેવતાના મંદિરમાં વિશ્રામ કરી પરત ફરશે.

વાસણા વાયુ દેવ મંદિર પૂજા થશે છપ્પન ભોગ ધરાવશે પ્રસાદરૂપે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા દરમિયાન 12000 પેકેટ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. 16 એપ્રિલના જન્મોત્સવ શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે ઉજવાશે. સવારે મંગળા આરતી, સુંદર કંદનો પાઠ, મારુતિ યજ્ઞ તેમજ ધ્વજારોહણ કરવામાં આવશે.તેમજ મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(8:04 pm IST)