Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગાંધીનગર બન્યું ગુજરાતમાં કોરોનાનું એપીસેંટર : ગાંધીનગરમાં આજે પણ સહુથી વધારે 19 કેસ સાથે રાજ્યમાં કુલ નવા 35 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓ સાજા થયા : આજે પણ કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ 12,12,992 લોકોએ રાજ્યમાં કોરોનાને હરાવ્યો

ગાંધીનગરમાં 19 કેસ, અમદાવાદ શહેરમાં 9 કેસ, વડોદરા શહેરમાં 4 કેસ અને જામનગર શહેર - કચ્છ - મહેસાણામાં 1-1-1 કેસ નોંધાયા : હાલમાં 148 એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં ગાંધીનગર બની રહ્યું છે. આજે પણ રાજયમાં સહુથી વધારે 19 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. આ સાથે આજે છેલ્લા 24 ક્લાક માં રાજ્યમાં કુલ 35 નવા કેસ કોરોના નાં નોંધાયા અને સામે 16 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,12,992 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી નોંધાયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.942 થયો છે, રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા થયો છે. રાજ્યમાં હાલ 148 એક્ટિવ કેસ છે, અને આ તમામ 148 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,12,992 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 35 કેસમાં ગાંધીનગરમાં 19 કેસ, અમદાવાદ શહેરમાં 9 કેસ, વડોદરા શહેરમાં 4 કેસ અને જામનગર શહેર - કચ્છ - મહેસાણામાં 1-1-1 કેસ નોંધાયા છે.

(8:15 pm IST)