Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રેડ પાડવા ગયેલ સ્‍ટેટ વિજિલન્‍સની ટીમ ઉપર બુટલેગર દ્વારા હુમલો કરાયો : છ આરોપીઓને હરણી પોલીસે પકડી પાડયા

Photo 028

વડોદરા : વડોદરા શહેરના  સમા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડો પાડવા આવેલા સ્ટેટ વિજિલન્સના સ્ટાફ પર પથ્થરમારો અને હુમલો કરનાર છ આરોપીઓને હરણી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે મુખ્ય બુટલેગર દિલીપ ડામોર પાસેથી એક ડાયરી  કબજે કરી છે

બનાવની વિગતો એવી છે કે વડોદરા શહેરના સમા પોલીસ મથક વિસ્તારમાં સમા તળાવ પાસે આવેલી નવીનગરીમાં દિલીપ ડામોર વિદેશી શરાબનું વેચાણ કરતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગની ટીમને મળી હતી.જે બાતમીના આધારે SMC ના પી.એસ.આઇ રાઠવા સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર દરોડો પાડવા માટે ગયા હતા.

 

સમગ્ર ઘટના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમા પોલીસ મથકે બુટલેગર તેમજ હુમલાખોર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં હરણી પોલીસ મથક દ્વારા હુમલો કરનાર બુટલેગરના સાગરિતો સહિત મૂળ બુટલેગર દિલીપ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુખ્ય બૂટલેગર દિલીબ ડામોરની એક ડાયરી કબ્જે કરી છે..જે ડાયરીમાં શરાબની ખરીદી અને વેચાણનો હિસાબ લખેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે આવનાર સમયમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

દરોડા દરમિયાન બુટલેગરના સાગરિત ઓ દ્વારા પોલીસ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે પકડેલ શરાબનો જથ્થો બુટલેગરના સાગરીતો છીનવીને નાસી છૂટયા હતા અને પોલીસની કાર પર પથ્થરમારો કરી પોલીસ કર્મીઓને ઇજા પહોંચાડી હતીપોલીસે આરોપી દિલીપ ડામોર પાસેથી મોબાઈલ ફોન સહિત હિસાબો લખેલી ડાયરી પણ કબજે કરી છે હા ડાયરીમાં શરાબ ખરીદી અને વેચાણ ના હિસાબો લખેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે આવનાર સમયમાં વિદેશી શરાબ ના સપ્લાયનું નેટવર્ક બહાર આવે તો નવાઈ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ વડોદરા શહેરમાં પીસીબી દ્વારા બહુચર્ચિત બીશનોઇ ગેંગનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં પણ એક નોટબુક જપ્ત કરવામાં આવી હતી. જે નોટબુકમાં શરાબ ખરીદીના અને વેચાણના હિસાબો લખેલા હતા. પોલીસે આ હિસાબોના આધારે વડોદરા શહેરમાં શરાબ ખરીદતા અને તેનું વેચાણ કરતા તત્વોને ઝડપી પાડી બિષનોઈ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે હવે આજે પકડાયેલા બુટલેગર પાસેથી મળેલી ડાયરીમાં લખાયેલા હિસાબોમાં કોઈ પોલીસ કર્મચારીનું નામ છે કે કેમ તે પણ પ્રશ્ન ઉભો થયો છે.

(11:53 pm IST)