Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સુરતમાં આવેલ પલસાણા તાલુકાના અંત્રોલીમાં ઇલકેટ્રીક વાયર પાથરવાનો કોન્‍ટ્રાક મેળવેલ કંપનીની કોપરના કેબલ રાત્રે ચોરાયા

કંપની દ્વારા પોલીસ સ્‍ટેશનને ફરીયાદ આપવામાં આવી

સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ઇલેક્ટ્રિક વાયર પાથરવામાં કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને નિયોલ સબ સ્ટેશનની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુકેલા કોપરના કેબલના રોલ માંથી રાત્રી દરમિયાન 4 થી 5 તસ્કરો કોપરનો કેબલ ચોરી જતા સબ પરવાને દાર કંપનીએ પોલીસ ફરિયાદ આપી હતી

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના નિયોલ ગામે આવેલ જેટકો કંપનીમાં 66 કે.વી. સબ સેન્ટરની પૂર્વ દિશામાં ખુલ્લી જગ્યામાં અંત્રોલી ખાતેના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ઇલેક્ટ્રિક વાયર પાથરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી સુરતની આર.એસ.ઇલેક્ટ્રિક કંપનીના સબ કોન્ટ્રાકટ રાજેશ પાવર સર્વિસ લિમિટેડ નામની કંપનીએ કોપરના કેબલના રોલ મુક્યા હતા અને આ કિંમતી કેબલના રોલ સાચવવા માટે સાંઈ સિક્યુરિટી કંપનીને સિક્યુરિટી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો ગત 4 એપ્રિલના રોજ રાત્રી થી 5 એપ્રિલના સવાર સુધી આ સબ સ્ટેશન નજીક સિક્યુરીટી ગાર્ડ તરીકે જયપ્રકાશ નારાયણ યાદવની નોકરી હતી જેઓ પોતાની લાઇસન્સ વાળી સર્વિસ ગન લઈ સાઇટ પરનોકરી પર જતાં ત્યારે રાત્રીના અંદાજીત 1 વાગ્યાના અરસામાં કેબલમાં રોલ નજીક માણસોનો અવાજ આવતા તેઓ કેબલ રોલ ચેક કરવા આવ્યા ત્યારે 4 થી 5 ઈસમો કેબલ વાયરને ઉંચો નીચો કરી કાપી રહ્યા હતા જે જોઈ સિક્યુરીટી ગાર્ડ પોતાની સર્વિસ ગન વળે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેથી આ ચોરી કરવા આવેલા ઈસમો નજીકની ઝાડીમાં ભાગી છૂટ્યા હતા સિક્યુરિટી ગાર્ડ તરત ઇન્ચાર્જને ઘટનાની જાણ કરતા તેઓ સ્થળ પર આવી જતા કેબલના રોલનું સિલ કરેલું પતરું કપાયેલુ હતું તેમજ નજીક એક કેબલનો ટુકડો પડ્યો હતો તપાસ કરતા રોલ માંથી 2,83,171 ની કિંમતનો 80 મીટર કેબલ ચોરી થયા હોવાનું બહાર આવ્યુ હતુ ઘટના અંગે રાજેશ પાવર સર્વિસ કંપનીમાં સુપર વાઇઝર મુકેશભાઈ માળીએ કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી .

(12:12 am IST)