Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સાબરકાંઠામાં ફરી ભડકી હિંસા : હિંમતનગરના વણઝારાવાસમાં હિંસ : પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ : પોલીસે ટોળા વિખેરવા ટિયરગેસ ના સેલ છોડ્યા : શહેરમાં ફેલાઈ ભારે તંગદિલી

હસનનગર વિસ્તાર અને વણઝારાવાસના લોકોને પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી : હાલ સ્થિતિ કાબુમાં

હિંમતનગર : ગઇકાલે, રવિવારે હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. પથ્થરમારા ઉપરાંત તીક્ષણ હથિયરનો પણ ઉપયોગ થયો હતો. પથ્થરમારા વચ્ચે તીર કામઠાંનો પણ ઉપયોગ થયો હતો. જે બાદ પોલીસે અને RAF ની ટુકડીઓએ સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી પણ ફરી આજે રાતના અંધારાની આડમાં સાબરકાંઠામાં હિંસા ભડકી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હોવાની માહિતી મળી રહી છે. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા છે. પોલીસ જે ઘટના સ્થળે હતી પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા છે. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા છે જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો છે. વિસ્તારમાં આવેલી સાંકળી ગલીઓને કારણે પણ સ્થિતિ પર કાબુ મેળવવામાં સમય લાગી રહ્યો છે.

હસનનગર વિસ્તાર અને વણઝારાવાસના લોકોને પોલીસ સતત શાંતિ જાળવવા અપીલ કરી રહી છે. અફવાઓમાં ધ્યાન ન આપવા અને ઘરમાં જ રહેવા હાલમાં પોલીસ દ્વારા સતત અપીલો કરવામા આવી રહી છે.

(12:27 am IST)