Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રાજપીપળા નગરપાલિકા એ 2.69 કરોડના બાકી વેરા બાબતે કડક કાર્યવાહી કરી રૂપિયા 1.98 કરોડની વસુલાત કરી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપલા નગરપાલિકામાં રાજય સરકારની વેરામાં માફી યોજના લાગુ હોવા છતાં કરદાતાઓ વેરો ભરપાઇ કરવા આળસ ન ખંખેરતા પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી વેરા વસુલાત કરતા લોકો દોડતા થયા હતા જેમાં પાલિકા વેરાના રૂ. 2.69 કરોડ બાકી નાણાં બાબતે અવાર નવાર કરદાતા ઓને જાણ કરાઈ હોવા છતાં તેઓ આ બાબત નજરઅંદાજ કરતા નગરપાલિકા દ્વારા 10 મિલકતો શીલ મારવામાં આવી હતી જ્યારે 16 નળ કનેશન કટ કરી 1.98 કરોડની વસુલાત કરાઈ હતી

આમતો રાજપીપલા પાલિકા વિસ્તારમાં સરકારી માફી યોજના લાગુ હોવા છતાં કરદાતા વેરો ન ભરતા પાલિકાના મુખ્ય અધિકારી એ લાલ આંખ કરી મિલકતો સીલ કરવાની કાર્યવાહી આરભી હતી જેમાં વધુમાં વધુ વસુલાત થાય તે માટે કડક કાર્યવાહી સાથે મિલકતો સીલ કરવાનું તથા નળ કનેકસન કટ કરાયા હતા જેમાં અત્યારસુધી રૂ. 2.69 કરોડના બાકી વેરા સામે રૂ.1.98 કરોડની વસુલાત કરાઈ છે જ્યારે હજુપણ બાકી પડતા રૂ.72.44 લાખ રૂપિયા સામે પાછલી બાકી રકમ ઉપર સરકારે લાગુ કરેલી આઝાદી કા અમૃત પ્રોત્સાહક વળતર યોજના હજુ પણ 31.5.2022 સુધી લંબાવવામાં આવી છે જેમાં વર્ષ 2020.21 સુધીની પાછલી બાકી રકમ ઉપર નોટિસ ફી,વ્યાજ,વોરંટ ફી,પેનલ્ટી માફ કરી છે તથા વર્ષ 2022.23નો એડવાન્સ ટેક્સ તારીખ 31.5.22 સુધીમાં ભરપાઈ કરશે તો મિલકત વેરામાં 10% વળતર મળશે જેનો કરદાતાઓ લાભ લઇ પોતાની બાકી રકમ ભરપાઈ કરે તેમ પાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા એ જણાવ્યું હતું.

(12:35 am IST)