Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

અમદાવાદ શાહીબાગ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા જિલ્લાના પત્રકારો સાથે મિટિંગ યોજાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : અમદાવાદ શાહીબાગ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS) દ્વારા જિલ્લાના પત્રકારો સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ જીલ્લાના ઇલેક્ટ્રિક,પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકારો સામેલ થયા હતા.

આ મિટિંગમાં પત્રકારોની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવે તેવી હાકલ કરવામાં આવી સાથે સાથે હાજર પત્રકારોના મંતવ્ય સાંભળી ABPSSના હોદેદારોએ તેના ઉકેલ લાવવા અને ભવિષ્યમાં પત્રકારોને કોઈપણ મુશ્કેલી હોય તો અંગત તકલીફ સિવાયની તમામ તકલીફો માટે સહકાર આપવા રાષ્ટ્રીય હોદેદારોએ ખાતરી આપી હતી તેમજ પત્રકારોના બાળકોને શાળામાં ફી માં રાહત મળે તેમજ મેડિકલમાં પણ પત્રકારોના પરિવારજનોને લાભ મળે તેમ સ્કૂલો અને હોસ્પિટલો સાથે ABPSS એમઓયુ કરશે તેવી વિષેશ જાણકારી આપી હતી.આ મિટિંગ માં મોટી સંખ્યામાં જિકલના પત્રકારો હાજર રહ્યા હતા.

(12:39 am IST)