Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

નાંદોદ તાલુકાના માંગરોલ રામાનંદ આશ્રમ થી મોક્ષદાયીની પરિક્રમા નિકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સરકારના શ્રવણતીર્થ પ્રોજેકટ અન્વયે ૨૫ મહાદેવની મોક્ષદાયીની પરિક્રમા નિકળી જે વરૂણેશ્વર મહાદેવ ઇન્દ્રવર્ણા ચેક ડેમ પાસેથી રેવા મૈયાની શોભાયાત્રા ( પાલખી યાત્રા ) પ.પૂશ્રી રંગ અવધુત મહારાજશ્રી ને ઇન્દ્રવર્ણા ગામ ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ ખાતે બીજી વાર પોથી આદેશ થતાં તેની સ્મૃતિમાં મોક્ષદાચીની પરિક્રમાનુ આયોજન થયું હતું,આ પરિક્રમા વરૂણેશ્વર મહાદેવથી નીકળી ઇન્દ્રેશ્વર મહાદેવ થઇ આદિવાસીઓની કુળદેવી - ટેમ્બે સ્વામી બ્રીજ થઈ રામપુરા બાદ અન્ય સ્થળો પર ફરી રેવા મૈયાની ૨૫૧ મી .ચૂદડી મનોરથ કરી સાંજે ૫.૦૦ કલાકે મસાલ આરતી કરશે ત્યારે આજે આ પરિક્રમા ના બીજા દિવસે નર્મદા તટે પહોંચી હોય જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયેલા જોવા મળ્યા હતા.

(12:42 am IST)