Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રાજપીપળાની ખાનગી હૉસ્પિટલોમાં આયુષ્યમાન-મા કાર્ડ ન ચાલતા ગરીબોની હાલત બગડી

(ભરત શાહ દ્વારા)   રાજપીપળા : નર્મદા જિલ્લા મુખ્યમથક રાજપીપળાની ખાનગી હોસ્પિટલોમાં સરકારની આરોગ્ય કલ્યાણ યોજનામાં કાર્ડ અને આયુષ્માન કાર્ડ અમાન્ય ગણાય છે . જેથી કાર્ડ ધારક ગરીબ દર્દીઓ આર્થિક મુશ્કેલી માં મુકાય છે એક પણ ખાનગી હોસ્પિટલ માં આ કાર્ડ માન્ય નથી આરોગ્ય વિભાગે કોઈ ખાનગી હોસ્પિટલને આ કાર્ડ મામલે માન્યતા આપી નથી . જેથી ગરીબ દર્દીઓને સામાન્ય માંદગી કે પ્રેગ્નન્સી માં સોનોગ્રાફી વગેરે માટે ખર્ચ કરવો પડે છે ક્યારેક તો વડોદરા જવું પડે છે .
પ્રાપ્ત માહિતી મુજબ સરકારના આરોગ્ય વિભાગે ગરીબ દર્દીઓના લાભ માટે આયુષ્માન કાર્ડ યોજના અમલમાં મૂકી છે . જેથી માંદગી અને ગંભીર રોગ ની સારવાર માટે ગરીબ દર્દીઓને આર્થિક રીતે મુશ્કેલી ના પડે પરંતુ નર્મદા જિલ્લામાં ગામડે ગામડે આરોગ્ય વિભાગ તરફ થી આ પ્રકાર ના કાર્ડ કાઢી આપવા માં આવે છે . પરંતુ રાજપીપલાની એકપણ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ કામ ન લાગતા જિલ્લાના ગરીબ દર્દીઓની હાલત બગડી છે
◆ આ બાબતે સીડીએચઓ ડો કિરણ પટેલે જણાવ્યું કે રાજપીપળાની એક પણ ખાનગી હોસ્પિટલ આ કાર્ડ માટે નોર્મ્સમાં આવતી નથી . એટલે નિયમ મુજબ સુવિધા ધરાવતી નથી તેમજ કાર્ડ માટે ની માન્યતા ગાંધીનગરથી અપાય છે .

■ આ મુદ્દે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, નર્મદા ના પ્રમુખ ડો.ગિરીશ આનંદે જણાવ્યું કે આયુષમાન કાર્ડમાં અમુક મોટી બીમારી નો જ સમાવેશ કરાયો છે જેની સારવાર આપણા જિલ્લામાં કોઈ ડોકટરો કરતા નથી અને આવી મોટી બિમારી ક્યારેક હ જોવા મળે છે જેના માટે જિલ્લાના અંતરિયાળ ગામોના ગરીબ દર્દીઓને અન્ય મોટા શહેરમાં જવું પડે છે તો સરકાર આર.એસ.બી.વાય જેવા આ જિલ્લા માટે જરૂરી કાર્ડ શરૂ કરે તો જિલ્લાની પ્રજા ને લાભ મળે

(12:44 am IST)