Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

નર્મદા જીલ્લા રાજપુત સમાજ સેવા સમિતિ દ્વારા યુવરાજસિંહ પર થયેલ ખોટા કેસો પરત લેવા કલેક્ટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા રાજપુત સમાજ સેવા સમિતિ એ આજરોજ યુવરાજસિંહ પર થયેલ ખોટા કેસો પરત લેવા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

રાજપૂત સમાજના અગ્રણી જયેદ્રસિંહ માંગરોલા તથા દુષ્યંતસિંહ રાઉલજી ની આગેવાનીમાં આપેલા આવેદનપત્ર માં જણાવ્યા મુજબ  ગુજરાત છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતાં ગોટાળાઓ, પરીક્ષા પહેલા પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતાં રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે ત્યારે યુવરાજસિંહ ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી સેંકડો વિધ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમા થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યા છે જે એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે , એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ કલમો હટાવીને એમને ધરપકડમાંથી મુક્ત કરવા જોઈએ
આ મામલે સમગ્ર ગુજરાત રાજપૂત ( ક્ષત્રિય ) સમાજની સાથે સર્વ સમાજ,લાખો વિધ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે તેમ આવેદનપત્ર માં જણાવાયું છે.

(12:45 am IST)