Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ખંભાતમાં બનેલા કોમ્યુનલ બનાવને લઇ રાજપીપળા ટાઉનમાં DySp, P.I સહિતના પોલીસ કાફલા દ્વારા રૂટિન પેટ્રોલિંગ કરાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આમતો રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોમી એકતા છે જેમાં હિન્દૂ,મુસ્લિમના દરેક નાના મોટા તહેવારો ખુબજ શાંતિ પૂર્ણ મનાવવામાં આવે છે પરંતુ અન્ય શહેરોમાં ક્યારેક બનતી કોમ્યુનલ ઘટના ના ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે ગુજરાત પોલીસ સતર્કતા રાખતી હોય છે ત્યારે ગઈકાલે ખંભાત માં બનેલી કોમ્યુનલ ઘટના બાદ રાજપીપળા શહેરમાં સતર્કતા ના ભાગરૂપે રાજપીપળા ટાઉન પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુમ્બે ના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ. પી. એસ.જે.મોદી સાથે ટાઉન પીઆઇ જે.જી ચૌધરી સહિત રાજપીપળા પોલીસ માણસો એ રૂટિન પેટ્રોલિંગ માટે કવાયત હાથ ધરી અને પોલીસ કાફલો મુખ્ય માર્ગો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફર્યો હતો.

(12:49 am IST)